News of Friday, 19th September 2025
માંગરોળના શેરીયાજબારા પર દારૂની ૧૭૯૬ બોટલ, બિયરના ૫૦૪ ટીન સાથેની હોડી પકડાઈ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :.. માંગરોળના શેરીયાજબારા પર દારૂની ૧૭૯૬ બોટલ, બિયરના ૫૦૪ ટીન સાથેની હોડી પોલીસે પકડી પાડી હોડી, બીયર, દારૂ સહિત ૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે શેરીયાજબારા દરીયાકાંઠેથી
સુલતાન-૨૬ લખેલી IND-GJ-૧૧-MO-૧૯૩૩ નંબરની હોડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આથી પોલીસે હોડીની તલાશી લેતા હોડીમાંથી વિદેશી દારૂની ૧,૭૯૬ બોટલ અને બિયરના ૫૦૪ ટીન મળી આવ્યા હતા. દારૂ બિયરના જથ્થા અંગે આસપાસમાં તપાસ કરતા પોલીસને કોઈ મળી આવ્યું ન હતું.
આથી પોલીસે વિદેશી દારૂ બિયરનો જથ્થો અને હોડી મળી કુલ રૂપિયા ૬,૮૯,૬૮૦નો મુદ્દામાલ કબજે કરી હોડીના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
