<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

વાંકાનેરમાં ઝૂપડા સામે એક્‍ટીવા રાખી લાઇટ કરનાર શખ્‍સને સમજાવતાં હુમલો

રામાભાઇ સિંધવને સોહીલ, શાયરાબેન, શેજુબેન સહિતે લોખંડના પાઇપથી ફટકારતાં રાજકોટ ખસેડાયા

 

રાજકોટ તા. ૧૯: વાંકાનેર માર્કેટ યાર્ડ નજીક ઝૂપડામાં રહેતાં અને મજુરી કરતાં રામાભાઇ માનાભાઇ સિંધવ (ઉ.વ.૪૫) પર રાતે દસેક વાગ્‍યે સોહિલ, શાયરાબેન, શેજુબેન સહિતે હુમલો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

રામાભાઇએ કહ્યું હતું કે રાતે અમે ઝૂપડામાં સુતા હતાં ત્‍યારે ઝૂપડાની સામે જ એક શખ્‍સે એક્‍ટીવા ઉભુ રાખી લાઇટ ઝૂપડા તરફ નાંખતા અમે કોણ છે તે જોવા બહાર નીકળી પડકારો કરતાં એ શખ્‍સે ગાળો દીધી હતી. બાદમાં મહિલાઓ સહિતનાએ આવી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:05 AM IST)