<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

બગસરા એસ.બી.આઇ. બ્રાન્‍ચમાં આગ લાગી

ફાયર આલારામ સિસ્‍ટમ ફેલઃ લાખોનું ફર્નિચર રાખઃ શોર્ટ સરકીટ થયું

 

(સમીર વીરાણી દ્વારા)  બગસરા તા. ૧૯: બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાની બ્રાન્‍ચમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી આજુબાજુના લોકોને ખ્‍યાલ આવતા પોલીસ તથા ફાયરને જાણ કરી હતી. બેંકની ફાયર સિસ્‍ટમ ફેલ રહેતા લાખોનું ફર્નિચર રાખ થઈ ગયું હતું.

દોઢ વાગ્‍યાની આસપાસ સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના ધુમાડા બહાર નીકળતા ખ્‍યાલ આવ્‍યો હતો સ્‍થળ પર હાજર રહેલ લોકોએ જણાવ્‍યું હતું કે આગ લાગવા સમયે કોઈ પણ પ્રકારના અલાર્મનો અવાજ સંભળાયો ન હતો જેને કારણે બેંકની ફાયર સિસ્‍ટમ આગ સમયે નિષ્‍ફળ ગઈ હતી આ ઉપરાંત રાત્રિના સમયે બેંકમાં ધ્‍યાન રાખવા માટે કોઈ કર્મચારી પણ હાજર ન હતો આગની જાણ થતા તેણે આવી અંદર ઘૂસી જાતે આગ ઠારવાનો પણ પ્રયત્‍ન કર્યો હતો. આગ ઠારવામાં બગસરા ફાયરની ટીમ પહોંચી ન વળતા અમરેલી ફાયર વિભાગનીની ટીમને પણ સ્‍થળ પર બોલાવવામાં આવી હતી મહા મહેનતે આગ સવારના સમયે કાબૂમાં આવી હતી. જોકે અધિકારીઓ મોડે સુધી બ્રાંચ ઉપર આવ્‍યા ન હતા. કેટલી વસ્‍તુ નુકસાન થયું છે તે જાણવામાં લોકોને પણ  જવાબ આપવામાં ના આવતા જે લોકોના અગત્‍યના દસ્‍તાવેજ તેમજ ઝવેરાત બેંકમાં હતા તેમના શ્વાસ પણ અધર થઈ ગયા હતા. 

 આગને કારણે બેંકનું ફર્નિચર તેમજ છતનો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. મોટાભાગના કોમ્‍પ્‍યુટર તેમજ બેંકની સેન્‍ટ્રલ એ.સી. સિસ્‍ટમ પણ બળીને રાખ થઈ ગઈ હતી. આમ અલારમ સિસ્‍ટમ ફેલ થતાં બેંકને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્‍યો છે. (૭.૧૮)

(11:05 AM IST)