<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

જામનગરના લાલાવાડી વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા યુવકની હત્યા

ઉમિયાજી આવાસમાં રહેતા અને સ્ટાર ઓટો ગેરેજમાં કામ કરતા અખ્તર રફિકભાઈ ખીરા ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા યુવાનનું મૃત્યુ થયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯

              જામનગરના લાલાવાડી વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

                  પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના લાલવાડી વિસ્તાર નજીક આવેલા ઉમિયાજી આવાસમાં રહેતા અને

સ્ટાર ઓટો ગેરેજમાં કામ કરતા અખ્તર રફિકભાઈ ખીરા નામના 35 વર્ષના યુવાનની આવાસ નજીક હત્યા થઈ છે.

             ગેરેજ કામ કરતા 35 વર્ષના યુવાન ઉપર

અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા યુવાનનું મૃત્યુ થતા તાબડતોબ તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે.

           યુવકની હત્યાના બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો  ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:23 AM IST)