News of Friday, 19th September 2025
વિસાવદરના ‘જાંબુથાળા માલધારી પ્રકરણ'માં રાહુલ ગાંધીની એન્ટ્રીનાં સમાચારોના ધમધમાટ વચ્ચે આખરે વન અધિકારી-કર્મચારીઓ સામે ગુનો નોંધાયોઃ સ્વજનોએ મકરાણી માલધારી યુવાનનો મૃતદેહ સ્વીકાર્યોઃ અશ્રુભીની આંખે દફનવિધિઃ ભાવુક દ્રશ્યો સર્જાયા
જાંબુથાળાના માલધારીના મોતના મામલે રેન્જર, ફોરેસ્ટર અને ગાર્ડ સામે ગુનો નોંધાયોઃ મોડી રાતે બે વાગ્યે ફરિયાદ દાખલ કર્યાની જાણ કરવામાં આવીઃ ફરિયાદ નોંધાતા આખરે પરિવારે ૩૨ કલાક બાદ સવારે મૃતદેહ સ્વીકાર્યોઃ માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્ફળઃ અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનોઃ ૩૨ કલાક સુધી ઈન્કાર કરતી પોલીસે રાત્રિના અઢી વાગ્યે ફરિયાદ લીધીઃ ACFનુ નામ ફરિયાદમાં નથી..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ :.. વિસાવદરના જાંબુથાળા માલધારી પ્રકરણમાં રાહુલ ગાંધીની એન્ટ્રીનાં સમાચારોથી મામલો વધુ ગરમાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, પાલભાઈ આંબલીયા, ગોવિંદભાઈ દેસિઈ સહિતના નેતાઓએ માલધારી છાવણીની મુલાકાત લીધી હતી અને અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના જહાંગીર બ્લોચ (રિટાયર્ડ નાયબ મામલતદાર)ની સતત આગેવાની-હાજરી રહી હતી અને તમામ જ્ઞાતિ-વર્ગનો માલધારી સમાજ અને મકરાણી સમાજના ધાડેધાડા જૂનાગઢ ભણી દોડી આવેલ જેના પરિણામે આ પ્રકરણે જબરી ઉત્કંઠા વ્યાપી હતી. આખરે માલધારી સમાજની માંગ પ્રમાણે જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવતા મકરાણી માલધારી યુવાનનો મૃતદેહ સ્વીકારી લેવામાં આવેલ છે.
કહેવાતા વનતંત્રના કથિત ત્રાસથી માલધારીએ આપઘાત કર્યાના બનાવમાં નવો ફણગો ફૂટયો હતો કે માલધારી પરિવારને ન્યાય નહીં મળે તો રાહુલ ગાંધી સિવિલ હોસ્પિટલ પહોંચશે. ૨૪ કલાક બાદ પણ પોલીસે ફરિયાદ નહીં નોંધતાં મળતકના પરિવારે મળત્તદેહ સ્વીકાર્યો ન હતો. આ પ્રકરણમાં સમજાવટ માટે તંત્રએ કરેલા પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા હતા. વનવિભાગના ACF, RFO સહીત ૪ સામે FIRની માંગ સાથે માલધારી સમાજ અડગ રહ્યો હતો. શરૂઆતના તબક્કે SDM, DCF, RFOના સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. IG સાથે માલધારી પરિવારની બેઠકની વાત આવી હતી. આખરે ફરિયાદ નોંધાતા આ પ્રકરણ શાંત પડયુ છે.
વિસાવદરના જાંબુથાળાના માલધારીના મોતના મામલે રેન્જર, ફોરેસ્ટર અને ગાર્ડ સામે ગુનો નોંધાયો છે. મોડી રાતે બે વાગ્યે ફરિયાદ દાખલ કર્યાની જાણ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાતા આખરે પરિવારે ૩૨ કલાક બાદ સવારે મૃતદેહ સ્વીકાર્યો છે. માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્ફળ, અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો. ૩૨ કલાક સુધી ઈન્કાર કરતી પોલીસે રાત્રિના અઢી વાગ્યે ફરિયાદ લીધી, ખ્ઘ્જ્નુ નામ ફરિયાદમાં નથી..!!
વિસાવદરના મેંદરડા રેંજના જાંબુથાળાના માલધારીના મોત મામલે આખરે મોડી રાતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ડેડકડીના આરએફઓ, ઇન્ચાર્જ ફોરેસ્ટર અને રોજમદાર ગાર્ડ સામે પોલીસે બીએનએસ ૧૦૮ અન્વયે ગુનો દાખલ કર્યો હતો, અને ફરિયાદ નોંધાયાની રાતે બે વાગ્યે જાણ કરવામાં આવતા આખરે માલધારી પરિવારે વહેલી સવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
વિસાવદરના મેંદરડા રેંજના જાંબુથાળા વિસ્તારમાં રહેતા માલધારી સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ ઉ.૪૫ એ વિસાવદર એસીએફ કચેરીમાં ગત તા.૯ના રોજ ઝેરી દવા પી લીધી હતી, તેમની સાથે ખેડૂત હનીફભાઈ દાદમહમદ બલોચે પણ ઝેરી દવા પી લેતા બનેને સારવાર માટે જૂનાગઢ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં હનીફભાઈની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપી દીધી હતી, પરંતુ સલીમભાઈનું સારવાર દરમિયાન તા.૧૬ની રાતે મોત થયું હતું. આ કેસમાં વનવિભાગના અધિકારીઓએ આપેલી નોટીસ અને એફઓઆર દાખલ કર્યો હતો, જેને લઈને બનેએ દવા પીધી હોવાનું સામે આવ્યું હતું, જે અંગે તા.૧૬ની રાતથી માલધારી સમાજના આગેવાનો અને તેમના પરિવારના સભ્યો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા અને જ્યાં સુધી સલીમભાઈના મોતના જવાબદારો સામે ગુનો નોધવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેથી તેમને સમજાવવા તંત્ર દ્વારા વનવિભાગ દ્વારા અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. આખરે ગતરાતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં સલમાન સલીમભાઈ બ્લોચ મકરાણીની ફરિયાદ પરથી પોલીસે ડેડકડીના આરએફઓ વાળા, ઈન્ચાર્જ ફોરેસ્ટર રવી કાકડિયા અને રોજમદાર ગાર્ડ ભરતભાઈ સામે બીએનએસ ૧૦૮ અન્વયે ગુનો નોધવામાં આવ્યો છે, જેમાં આરોપીઓ દ્વારા અવાર નવાર નોટીસ આપતા હોવાથી લાગી આવતા માલધારી યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું જણાવવામાં આવ્યું છે. આ કેસમાં તપાસમાં એસીએફની પણ ભૂમિકા નીકળશે તો તેને પણ મદદગારીમાં લેવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.
એફઆઈઆર દાખલ થયાની વાત માલધારી પરિવારને રાતે બે વાગ્યે મળતા આખરે વહેલી સવારે ૩૨ કલાક બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આ સમગ્ર મામલે છેક સુધી વનવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ લેવામાં ઢીલી નીતિ રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, કારણ કે, ફરિયાદ નોંધવામાં ૩૨ કલાકનો સમય લેવાયો છે..!
વિસાવદરના ગીર જંગલના જાંબુથાળાના માલધારીએ ઝેરી દવા પી આપઘાત કર્યા મુદ્દે અંતે વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ થયો છે. ૩૨ કલાક સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત પર મળતકના સ્વજનો મક્કમ રહેતા ગત મોડી રાત્રીના પોલીસે ફરિયાદ લેવી પડી છે. મેંદરડા રેન્જના આરએફઓ વાળા, ફોરેસ્ટ રવિ કાકડીયા, ગાર્ડ ભરત રબારી સામે વિસાવદર પોલીસમાં માલધારીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાતા પરિવારજનોએ મૃતદેહ સંભાળી તેની અંતિમક્રિયા કરી છે.
ડેડકડી (મેંદરડા) રેન્જ હેઠળના જાંબુથાળાના સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ અને હનીફભાઈ બ્લોચે વિસાવદર એસીએફની કચેરીમાં ઝેરી દવા પીધા બાદ સલીમભાઈનું મોત થયું હતું. સલીમભાઈના સ્વજનોની માંગ હતી કે, વન વિભાગના જવાબદારો સામે કાર્યવાહી થાય પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો.
કોંગ્રેસે આ મામલામાં એસપી, આઈજી, વન વિભાગના ડીસીએફ સહિતનાઓ સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે સવાર સુધીમાં પરિણામ નહી આવે તો રાહુલ ગાંધીને પણ સિવીલ હોસ્પિટલે લાવવામાં આવશે. આખરે ગત રાત્રીના ૨ વાગ્યા આસપાસ વિસાવદર પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો ફરિયાદ લેવા માટે સિવીલ હોસ્પિટલે પહોંચ્યો હતો. ત્યારબાદ મળતક સલીમભાઈના સલમાનભાઈએ પોલીસને ફરિયાદ આપી છે. તેમાં જણાવાયું હતું કે મેંદરડા રેન્જના આરએફઓ વાળા, જાંબુથાળા રાઉન્ડના ફોરેસ્ટ રવિ કાકડીયા અને ગાર્ડ ભરત રબારી અવાર-નવાર મળતક સલીમભાઈને ઘર ખાલી કરવા માટે તથા સ્થળાંતર કરવા અંગેની નોટિસ આપી ત્રાસ, ધમકી આપતા હોવાથી સલીમભાઈએ તથા તેના પિતરાઈ ભાઈ હનીફભાઈએ ઝેરી દવા પીધી હતી. આ બંનેમાંથી સલીમભાઈનું સારવાર દરમ્યાન મળત્યું થયું છે. આ ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં જે ખુલે તે તમામે સલીમભાઈને મરવા મજબુર કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાનું વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએસએન કલમ ૧૦૮, ૫૪ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કહેવાય છે કે રાત્રીના અઢી વાગ્યે શરૂ કરેલી ફરિયાદ લેવાની પ્રક્રિયા પાંચ વાગ્યા સુધી ચાલી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ સલીમભાઈનો મૃતદેહ સ્વીકારી જાંબુથાળા લઈ જવા રવાના થયા હતા. સાડા અગીયાર વાગ્યા આસપાસ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ઝેરી દવા પીવા મામલે ગાર્ડ, ફોરેસ્ટર, આરએફઓ અને એસીએફ સામે આક્ષેપો થઈ રહ્યા હતા. આ ચારેય સામે ફરિયાદ દાખલ કરવા રજુઆત હતી. અંતે એસીએફની સામે હાલ પુરતી ફરિયાદ થઈ નથી. વિસાવદર એસીએફ ડાયરેક્ટ આઈએફએસ છે અને હાલમાં તેઓનો એસીએફ તરીકેનો ઙ્કોબેશન પિરીયડ ચાલી રહ્યો હોવાનું કહેવાય રહ્યું છે.
અખિલ ગુજરાત મકરાણી બ્લોચ સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે આ પ્રકરણમાં સહકાર આપનાર તમામ સમાજ વર્ગ, માલધારીઓ, ધારાસભ્ય-જાહેર જીવનના આગેવાનો- રેન્જ આઇજી-એસપી-ડીવાયએસપી-પોલીસ અધિકારીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકરણમાં મકરાણી બ્લોચ સમાજના સૌરાષ્ટ્ર-ગુજરાતના નામી-અનામી તમામ આગેવાનો-યુવાનો-જ્ઞાતિજનો સ્વયંભૂ એક થઈને લડતમાં સાથે રહ્યા હતા અને જેના પરિણામે ન્યાયી લડતમાં સફળતા પ્રાપ્ત થઈ હતી. (પ-૧પ)
વિસાવદરના જાંબુથાળાના મકરાણી માલધારી યુવાનની કાલે જીયારત
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :.. વિસાવદરના જાંબુથાળાના માલધારી મકરાણી યુવાન સલીમભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ અલ્લાહની રેહમતમાં પહોચી ગયેલ છે. મર્હુમની જીયારત તા.૨૦-૯-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે રાખેલ છે તેમ ભીખુભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ, ફીરોજભાઈ ઈસ્માઈલભાઈ બ્લોચ, સીકંદરભાઈ સલીમભાઈ બ્લોચ, સલમાનભાઈ સલીમભાઈ બ્લોચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
