<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

ભાવનગરમાં વડાપ્રધાનની જાહેર સભા માટે ખાસ ત્રણ જર્મન ડોમ ઊભા કરાયા

દોઢ લાખ ચોરસ ફૂટ એવા આ જર્મન ડોમ શોક પ્રુફ , રેઇન પ્રુફ અને વાવાઝોડાથી પણ સુરક્ષિત

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૯ :..  પીએમ નરેન્‍દ્રભાઇ મોદી શનિવારે ભાવનગર ની મુલાકાતે આવે છે અને તેની  જવાહર મેદાનખાતે વિરાટ જાહેર સભા યોજાનાર હોય   કાર્યક્રમો ને સફળતા પૂર્વક પાર પાડવા ભાવનગર ભાજપ ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર એડી ચોટી નું જોર લગાવી રહ્યું છે.

અને તમામ તૈયારીઓ પર વિવિધ વિભાગ ના અધિકારીશ્રીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.જિલ્લા કલેક્‍ટર ઓફિસ, પોલીસ પ્રશાસન, જિલ્લા ની તમામ તાલુકા પંચાયતો, કોર્પોરેશન, નગર પાલિકાઓનું તંત્ર  આ મુલાકાત ને હેમખેમ પાર પાડવા આ કામગીરી માં જોડાયું છે.પ્રધાન મંત્રીના રૂટ પર ના તમામ રસ્‍તાઓ રાતોરાત ટનાટન બની ગયા છે , ઠેર ઠેર મોદીજી ને આવકારવા ર્હોડિંગ્‍સ લગાવાઈ રહ્યા છે.સુરક્ષા વ્‍યવસ્‍થા નો પણ ચુસ્‍ત બંદોબસ્‍ત કરવામાં આવ્‍યો છે. તો ફાયરબ્રિગેડ, એમ્‍બ્‍યુલન્‍સ,ડોક્‍ટર્સ ટીમ અને vip ઓ માટે આકસ્‍મિક ઘટના ને પહોંચી વળવા રક્‍તદાતાઓ ની ટીમ પણ તૈયાર રખાઈ છે. ત્‍યારે ભાવનગર ખાતે ના જવાહર મેદાન જ્‍યાં મુખ્‍ય કાર્યક્રમો યોજાવા નો  છે ત્‍યાં પણ ઉચ્‍ચ અધિકારીઓ ની દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  વીજ પ્રવાહ નિરંતર ચાલુ રહે અને કોઇપણ યાંત્રિક સમસ્‍યાને પહોંચી વળવા  PGCVL દ્વારા સભા સ્‍થળે ૨૦૦ કેવી ના ૮ જેટલા હેવી ટ્રાન્‍સફોર્મર કામ ચલાઉ ઊભા કરવામાં આવ્‍યા છે.  ગ્રાઉન્‍ડ લેવલીંગ અને માટી પૂરવાનું કામ પણ અંતિમ તબક્કા માં છે.ભવ્‍ય સ્‍ટેજ અને જાયન્‍ટ LED સ્‍ક્રીન પણ લોકો ની સુવિધ માટે ઇમ્‍પ્‍લાન્‍ટ કરવામાં આવી છે.

ખાસ છે આ જર્મન ડોમ

 ભાવનગરના જવાહર મેદાન ખાતે સભા સ્‍થળે ગાયત્રી મંડપ સર્વિસ દ્વારા દોઢ લાખ ચો.ફુ .  અને ૨૦૦૦૦ લોકો ને સમાવિષ્ટ કરી શકાય એવા જર્મન હેંગર તરીકે ઓળખાતા  ત્રણ જર્મન  ડોમ ઊભા કરાઈ રહ્યા છે. આ ડોમ શોક પ્રુફ, રેઇન પ્રુફ અને વાવાઝોડા થી રક્ષણ આપે છે. (પ-૧૦)

(12:02 PM IST)