તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 19th September 2025
વિરપુરના થોરાળા ગામે વ્યાજખોરોનો આતંકઃ વાડીના મકાનમાં તોડફોડ કરી મહિલાનો ડ્રેસ ફાડી નાંખ્યો
રાજકોટના જયદીપ મેવાડા, રૂત્વીક મેવાડા, જયરાજ માંજરીયા સહિત ૮ સામે પોલીસમાં ફરીયાદઃ પોલીસમાં ફરીયાદ કરવા જતા રસ્તામાં આંતરી દંપતિ સહિત ત્રણને ધમકી આપી

રાજકોટ, તા. ૧૯: વિરપુરના થોરાળા ગામે વ્યાજખોરોએ ઉઘરાણી માટે આંતક મચાવી વાડીના મકાનમાં તોડફોડ કરી મહિલાનો ડ્રેસ ફાી નાખ્યો હતો તેમજ ફરીયાદ કરવા જતા મહિલા અને તેના પતિ સહિત ત્રણને રસ્તામાં ઓતરી ધમકી આપી હતી. આ અંગે રાજકોટના વ્યાજખોરો સહિત ૮ સામે વિરપુર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ થોરાળા ગામે વાડીએ રહેતા રમેશભાઇ કરશનભાઇ ભડેલીયા (ઉ.વ. ૪૭) એ આરોપી જયદીપ મેવાડા, રૂત્વીક મેવાડા, જયરાજ માંજરીયા રે. ત્રણેય રાજકોટ, વિવેક ખાચર, યુવરાજ ખુમાણ, કુલદીપ મકવાણા, કુલદીપ ધાંધલ તથા રઘુ બોરીચા સામે વિરપુર પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદીએ ફરીયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા પાંચ મહિનાથી પરિવાર સાથે થોરાળા ગામે રહી ખેતીકામ કરૂ છુ આજથી અઢી વર્ષ પહેલા રાજકોટના ભીચરી ગામે રહેતો હતો ત્યારે મારે મહાકાળી માતાજીની માંડવો કરવો હોય ત્યારે પૈસાની સગવડ ન હોય જેથી આરોપી જયદિપ પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦/- રોકડા હાથ ઉછીના લીધેલ હતા અને તે પૈસામાથી મે કટકે કટકે ૨, ૮૦,૦૦૦/- રુપિયા રોકડા ચુકવી આપેલ હોય તેમ જ બાકીના રહેતા ૨૦,૦૦૦/- રૂપિયા જેટલી રકમ આપવા માટે જય દિપને ફોન કરી કહેતા જયદિપે કહેલ કે, જે પૈસા તમે મને આપેલ છે તે રૂ. ૨,૮૦,૦૦૦/- જે તમે ભુલી જાવ અ ને તમારે વ્યાજ સહીત ૪,૫૦,૦૦૦/- રૂપિયા હજુ તમારે મને આપવાના થતા હોય જે પૈસાની મારી પાસે સગવડ ન હો ય જેથી મારી ફોર સ્વીફ્ટ ફોર વ્હીલ કાર જેના રજી નં જીજે-૦૩-એચએ-૫૫૦૬ કિં.રૂ. આશરે ૪,૦૦,૦૦૦/- વાળી જયદિપ લઇ ગયેલ બાદ જયદિપ તથા રૂત્વીક અમારા ઘરે આવી બાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા મે તેને કેટલા ટકા લે ખે વ્યાજ ગણો છો તેમ કહેતા જયદિપ તથા રૂત્વીક ઉશ્કેરાઈને મને ભુંડી ગાળો આપી જતા રહેલ અને થોડા દિવસ પછી ફરીથી આવીને મને વ્યાજના પૈસા આપી દેવા માટે કહી જો હવે પછી આવીએ ત્યારે મારા રૂપિયા તૈયાર રાખજો નહીતર તમારા હાથપગ ભાંગી નાંખીશું તેવી ધાક-ધમકીઓ આપી જતા રહેલ ત્યાર પછી ગઇકાલે રાત્રિના અમારા ઘેર આ જયરા જ તથા જયદીપ તથા વિવેક ખાચર તથા પૂવરાજ ખુમાણ તથા કુલદીપ મકવાણા એકીસાથે પુર્વ આયોજીત કાવતરુ રંચી ફોરવ્હિલ ગાડી લઈને મારા ઘેર ગેરકાયદે રીતે આવી તેની ગાડીમાંથી કોદાણી, લાકડાના ધોકા જેવા હથિયારો કાઢી મારા ઘરના દરવાજામા તોડફોડ નુકશાન કરી, પૈસા કેમ નથી આપતા જે બાબતે જેમ ફાવે તેમ બોલી, ભુંડા બોલી ગાળો આપી, આ દરમ્યાન મારી પત્ની અવનીએ જે ડ્રેસ પહેરેલ હોય જે જયદીપે ફોડી નાંખી મજબુતાઈથી બાવડુ પકડી તે જેકાડી ને ધક્કો મારી પાડી દઈ મુંઢ ઈજા કરી હતી. અમો ફરીયાદ કરેવા પોલીસ સ્ટેશન આવતા હતા તે દરમ્યાન એક કાળા કાચ વાળી થાર ગાડીમાં બે માણસો જેમાં ફુલદીપ ધાધલ તથા રઘુ બોરીચાએ પોલીસ ફરીયાદ કરવાની ના પાડી ધાક-ધમકી આપી જેમ ફાવે તેમ બોલી જતા રહેલ હતા.
આ ફરીયાદ અન્વયે વિરપુર પોલીસે ઉકત ૮ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.આઇ. એસ.જી. રાઠોડ ચલાવી રહયા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
