<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દેવભૂમિ દ્વારકાના ગોમતી ધાટ પાસેથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ઓળખ મેળવવા તપાસ

સ્નાન કરવા જતા કે અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ થયાનુ પ્રાથમિક તારણ વાલી વારસની શોધખોળ

( કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ :              દેવભૂમિ દ્વારકાના ગોમતી ધાટ  પાસેથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

              અજાણી સ્ત્રી ઉમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળી ગોમતીઘાટ ખાતે દરીયાના પાણીમા કોઇ પણ જગ્યાએથી સ્નાન કરવા જતા કે અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જતા મૃત્યુ થયું છે તેમની  લાશ અહી ગોમતીઘાટ પાસે મળી આવતા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

કોઈ માહિતી મળે તો દ્વારકા પોલીસ સ્ટેશન (ફોન નંબર 7433975916) અથવા (મો.96626 48496) ઉપર સંપર્ક કરવા કે.કે.મારૂ પો.સબઇન્સ દ્વારકા પો.સ્ટે દ્વારા જણાવ્યું છે.

(1:50 PM IST)