<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મેઘપર ( પડાણા ) વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીને પકડી મુદામાલ રિકવર કરતી જામનગર એલસીબી અને મેઘપર ( પડાણા ) પોલીસ

બાતમીના આધારે આરોપીને જામનગરમા શરૂ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટરની સામે હીરોના શોરૂમની પાછળ પોતાના રહેણાંકથી ઝડપી લેવાયો

જામનગર : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ શરીર સબંધી તથા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી, આરોપીને શોધી કાઢવા જણાવેલ હોય, તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા (IPS) લાલપુર વિભાગ નાઓના માર્ગદર્શન મુજબ, જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા તથા મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનના પી.ટી.જયસ્વાલ તથા એલ.સી.બી.ના પો.સ.ઈ. સી.એમ કાંટેલીયા તથા પો.સ.ઈ.પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો તથા મેઘપર પડાણા પોલીસ સ્ટાફના માણસો ધ્વારા મેઘપર(પડાણા) પો.સ્ટે.મા દાખલ થયેલ એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૮૨૫૦૭૫૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦પ(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુન્હો જે અનડીટેક્ટ હોય તે ગુન્હો શોધી કાઢવા અંગે કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા તથા મેઘપર(પડાણા) પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ તથા એલ.સી.બી.ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો ની અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ આધારે ઉંડાણ પુર્વક તપાસ કરતા, હકીકત મળેલ કે, આ કામે ચોરીમા ગયેલ મુદામાલ સાથે આરોપી જામનગરમા શરૂ સેક્શન રોડ પોલીસ હેડ ક્વાર્ટરની સામે હીરોના શોરૂમની પાછળ પોતાના રહેણાંકે હાજર છે. જે હકીકત આધારે મજકુરના રહેણાંકે જઇ તપાસ કરતા, મજકુર મહિલા આરોપી હાજર મળી આવેલ. તેમજ મજકુર મહિલા આરોપીએ ચોરીમા ગયેલ દાગીના તથા દાગીના વેંચાણ કરી મેળવેલ રોકડ રકમ તથા અન્ય વસ્તુઓ પોતાના રહેણાંક માથી કાઢી આપી, મહિલા આરોપી વિરૂધ્ધ મેઘપર(પડાણા) પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ નાઓએ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

  પકડાયેલ આરોપી:-
(૧) ખુશ્બુબા ડૉ/ઓફ ભીખુભા જીલુભા ભટ્ટી જાતે:-દરબાર ઉવ:-૨૩ ધંધો:-ઘરકામ રહે.-શરૂ સેક્શન રોડ, પો૯ હેડ ક્વાર્ટરની સામે હીરો ના શો રૂમની પાછળ રાધિકા એપાર્ટમેન્ટ રૂમ નં.બી-૨૩ જામનગર
રીકવર કરેલ મુદામાલ
(૧) ટાઇટન કંપનીની લેડીઝ કાંડા ઘડીયાળ નંગ-૦૧ કિ.રૂ.૧૧,૦૦0/-
(૨) MICHAEL KORS કંપનીની જેન્ટ્સ કાંડા ઘડીયાળ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(3) સેમસંગ કંપનીનો ગેલેક્સી એસ-૨૫ અલ્ટ્રા મોડેલનો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૧,૩૦,૦૦૦/-
(૪) સ્ત્રીને પહેરવાની સોનાની વીંટી નંગ-૦૧ કિ.રૂ.૨૮,૦૦૦/-
(૫) પુરૂષને પહેરવાની સોનાની વીંટી નંગ-૦૧ કિ.રૂ.૩૭,૦૦૦/-
(૬) રોકડા રૂ.૧૦,૦૦,000/-
કુલ મુદામાલ રૂ.૧૨,૧૧,૦૦૦/-

આ કાર્યવાહી જામનગર એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયા તથા મેઘપર (પડાણા) પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી.જયસ્વાલ તથા એલ.સી.બી.ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા,હિરેનભાઇ વરણવા,ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઇ શીયાર,અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ધમેન્દ્રસિંહ એન જાડેજા,ભરતભાઇ ડાંગર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ એસ.જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર,કિશોરભાઇ પરમાર, રૂષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઇ બાલાસરા, સુરેશભાઇ માલકિયા તથા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના સ્ટાફના પો. હેડ કોન્સ લાખનસિંહ જી. જાડેજા તથા પો.કોન્સ સલીમભાઈ બી મુંદ્રાક તથા પો. કોન્સ. પ્રદિપસિંહ ડી જેઠવા તથા પો.કોન્સ મહેશભાઇ આર. જોગલ તથા મહિલા પો.કોન્સ. જાગૃતિબેન આર. વરણ તથા અંજુબેન પી. વસરા નાઓ દ્વારા કરવામાં આવેલ.

(7:36 PM IST)