News of Friday, 19th September 2025
ચોટીલામાં જૂની અદાવતમાં ઘર પર હુમલો: એક જ સમાજના લોકો વચ્ચે ઘાચીવાડ વિસ્તારમાં બઘડાટી
5થી 6 શખ્સોએ ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી: સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

સુરેન્દ્રનગરના ચોટીલામાં જૂની અદાવતમાં ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો ચર્ચાતી વિગત મુજબ . એક જ સમાજના લોકો વચ્ચે જૂની અદાવતમાં ઘાચીવાડ વિસ્તારમાં બબાલ થઈ હતી. આ હુમલાના CCTV સામે આવ્યા છે, જેમા 5થી 6 શખ્સોએ ઘર બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. મકાનના દરવાજા અને CCTVને પણ નુકસાન પહોંચાડ્યુ છે. ઘરમાં રહેલી મહિલાઓ, બાળકો રૂમમાં ડરને કારણે રૂમમાં પુરાઈ રહ્યા હચા હતા સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે .
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
