<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

જામનગર શહેરમાંથી મોટર સાયકલની ચોરી કરનારા બે આરોપીઓને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા

બાતમીના આધારે શહેરમાં બેડીના પુલ નીચેથી ચોરી કરીને મેળવેલ વાહનના મુદામાલ સાથે પકડી લેવાયા

જામનગર : : પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,અશોકકુમાર (IPS) નાઓએ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય. જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ અન ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે એલ.સી.બી. પો.ઇન્સ.ને સુચના કરેલ હોય. જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કોટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા મથુરસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા બેડીના પુલ નીચેથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓના કબ્જામાંથી ચોરી કરી મેળવેલ હીરો હોન્ડા કંપનીનું નંબર પ્લેટ વગરનું સપ્લેન્ડર પ્લસ મો.સા. ( જેના રજીસ્ટ્રેશન નંબર જી.જે.૧૦ એએચ ૫૮૭૪) કિ.રૂ. ૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ થુવરાજસિંહ ઝાલા એ કાયદેસર ની કાર્યવાહી કરી આગળની તપાસ માટે સીટી બી ડીવી પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ ( ૧ ) મહેશભાઇ ઉર્ફે ચુવો ટપુભાઇ મકવાણા રહે. નાગનાથ સર્કલ પાસે, મહેશ્વરીનગર શેરી નંબર-૨, જામનગર (૨) શામજીભાઈ જીવાભાઈ ગોરડીયા રહે. દરેડગામ એફસીઆઇ ના ગોડાઉનની સામે. તા.જી.જામનગર
શોધી કાઢેલ ગુનો: ૧) જામનગર સીટી બી ડીવી પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૯૨૫૨૨૦૨/૨૦૨૫ બીએનએસ કલમ ૩૦૩(૨),૫૪ મુજબ

   આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.સી.એમ કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલર્સિહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાર્લિહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા. દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

(9:42 PM IST)