<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોરબીના ભરતનગર પાસે હાઈવે પર ટેન્કર પલ્ટી મારતા ઢોળાયેલું કેમિકલ સાફ કરવા તંત્રની કવાયત.

ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ અને હાઈવે ઓથોરિટીની ટિમ ઘટના સ્થળે પહોંચી .

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-માળિયા નેશનલ હાઇવે આજે મોરબી તરફ આવવાના રસ્તે ભરતનગર પાસે એક ટેન્કર કોઈ કારણોસર પલ્ટી મારી ગયું હતું. જેથી ટેન્કરમાં ભરેલું પ્રવાહી રોડ ઉપર ઢોળાઈ ગયું છે. આ કેમિકલ સાફ ક૨વા તંત્રએ કવાયત હાથ ધરી છે.

      આ ટેન્કર પલ્ટી મારતા એક તરફનો રોડ પણ બંધ થઈ ગયો છે. જેને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાતા આ ટ્રાફિક ક્લિયર કરાવવામાં ટ્રાફિક પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. હાલ ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે છે. જ્યાં કેમિકલ ઢોળાયુ છે ત્યાં ધૂળ નાખી માથે પાણીનો મારો ચલાવી કેમિકલ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે


 

(11:23 PM IST)