<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

મોરબી અને રફાળેશ્વરમાં વિદેશી દારૂની સાત બોટલ સાથે બે આરોપી ઝડપાયા.

શનાળા રોડ ઉપર છોટાલાલ પમ્પ પાસે એક્સેસમા દારૂની હેરફેર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર અને તાલુકામાં વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા એક બોટલ સાથે ઝડપી લીધો હતો. તેમજ બીજા દરોડામાં તાલુકા પોલીસે રફાળેશ્વર પાસેથી એક શખ્સને વિદેશી દારૂની છ બોટલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ ઉપર છોટાલાલ પંપ પાસે જીજે - 36 - એજી - 5454 નંબરના એક્સેસ ચાલક આરોપી વિજય મુળુભાઈ કોડિયાતર ઉ.19 રહે.વાવડી રોડ વાળાને બ્લેક ડોગ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 2056 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપી ભુપેન્દ્ર ઉર્ફે ભુપત જયસુખ વાઘેલા પાસેથી દારૂની બોટલ મેળવ્યાનુ કબુલતા ભૂપતને ફરાર દર્શાવી 30 હજારના મોટર સાયકલ સહિત 32,056નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી આરોપી હાર્દિક રમેશભાઈ ગુગડીયા ઉ.20 રહે.રફાળેશ્વર વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 6600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી

(12:37 AM IST)