તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th September 2025
કચ્છમાં કરોડોના દારૂની હેરાફેરી કરનાર મહિલા સહિત બે કુખ્યાત બુટલેગટો ઝડપાયા
૩૯ ગુનાઓ છે તે ત્રગડી ગામનો યુવરાજસિંહ અને ૩૩ ગુનાઓ છે તે ખાનાય ગામનો જીતુભા ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : સ્ટેટ મોનિટરિંગ સેલ, બોર્ડર રેન્જ આઈજી કચેરી તેમ જ જિલ્લા પોલીસ સહિતના ચોપડે ચડી ચૂકેલા કચ્છના બે કુખ્યાત બુટલેગરોને પોલીસે ઝડપી લીધા છે. એક એક કરોડ અને તેનાથી વધુ રકમનો માલ એક ખેપમાં મંગાવનારરા બુટલેગરો ત્રગડી ગામનો યુવરાજસિંહ વજુભા જાડેજા તેમ જ ખાનાય ગામનો જીતુભા મંગલસિંહ સોઢા બંનેને પશ્ચિમ કચ્છ એલસીબી એ ઝડપ્યા છે. પોલીસે ૫ લાખ રોકડ પણ કબજે કરી છે. જ્યારે માંડવીના બુટલેગર મહિલા હંસાબા હરિસંગ સોઢા બે ગુનામાં ફરાર હતા તેમની પણ ધરપકડ કરાઈ છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
