<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ખંભાળીયાના સોનારડી અને જામગઢકાના ૪ના મોતઃ રાજપૂત સમાજમાં શોક

આખલો રસ્‍તા ઉપર પડયો હોય અંધારામાં નહીં દેખાતા ઇનોવા ડીવાઇડર ટપી ટ્રક સાથે અથડાતા બે મિત્રોનો ભોગ લેવાયો બાજુ-બાજુના ખેતરોમાં કામ કરી રહેલા બે પ્રૌઢ ખેડૂતોના અચાનક વિજ વાયર માથે પડતા મોત થયા : વિજ વાયરનો ભોગ બનેલા તખુભા ત્‍થા રામસંગ બન્ને શેઢા પાડોશી અને પિત્રાઇ ભાઇઓ હતા : કાર રોંગસાઇડમાં ચાલી જતા તેનો આગળનો ભાગ ભૂકકો થઇ ગયોઃ પ્રીતરાજસિંહ ત્‍થા પ્રતિપાલસિંહ રાજકોટ કામ અર્થે ગયા હતાઃ રાત્રે અઢી વાગ્‍યે સર્જાયેલ અકસ્‍માત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. ખંભાળીયા પંથકમાં જાણે કાળ ત્રાટકયો હોય તેમ બે બેનલી અઘટિત ઘટનામાં ૪ જાડેજા યુવાનના મોત નિપજવા પામતા અરેરાટી વ્‍યાપી જવા પામી છે. જેમાં સોનારડી ગામના બે ખેડૂત પુત્રો ત્‍થા જામગઢકા ગામના બે મિત્રોનો ભોગ લેવાયો છે.

કલ્‍યાણપુરના જામગઢડા ગામના વતની પ્રીતરાજસિંહ યોગેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.રર) તથા તેનો મિત્ર પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.ર૩) બન્ને ઇનોવા કાર નં. જીજે-૩૭-એબી-પ૪૮૧ લઇને રાજકોટ કંઇક કામ માટે ગયેલા જયાંથી પરત આવતા રાત્રે અઢી વાગ્‍યે ગઢકા, ગામ તરફ જતાં હતા ત્‍યારે ખંભાળીયા સરકીટ હાઉસ હાઇવે પર દ્વારકા બાયપાસ પાસે વ્‍યાસ પરોઠા હાઉસ હાઇવે પર દ્વારકા બાયપાસ પાસે વ્‍યાસ પરોઠા હાઉસ અને અશોક પેટ્રોલ પંપ પાસે એક કાળા રંગનો ખૂંટીયો બેઠેલો હોય અંધારામાં આ યુવાનોની કારમાંથી ના દેખાતા આ ખુંટીયાની સાથે કારનો એક ભાગ ધડાકા સાથે અથડાતા કાર ડીવાઇડર ટપીને રોંગસાઇડમાં પહોંચી ગઇ હતી અને સ્‍પીડમાં રહેલી આ કાર ત્‍યાં ઉભેલા એક ટ્રક સાથે અથડાતા ઇનોવા જેવી મોટી કારનો અગાળનો ભાગ ભૂકકો થઇ ગયો હતો તથા ગંભીર ઇજા થતાં લોહી લોહાણ હાલતમાં આ બન્ને યુવાનોને તુરત જ નજીકની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા જયાં મૃત્‍યુ પામ્‍યાનું જાહેર થયું હતું.

બન્ને યુવાનો એક જ રાજપૂત જ્ઞાતિના અને ખાસ મિત્રો હતા તથા થોડા સમય પહેલા જ સુદર્શન સેતુ ઓખા-બેટમાં પણ આજ મોટર કાર સાથે ફોટો પડાવેલો પણ એ જ કાર સાથે અકસ્‍માત તેમના જીવનનો છેલ્લો દિવસ બની ગયો...!!

ગઇકાલે સાંજે જ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના સોનારડી ગામના બે પ્રૌઢ રાજપૂતોના વીજ વાયર તુટી પડતા મૃત્‍યુ થયેલા તે પછી આજે વહેલી સવારના અઢી વાગ્‍યે બે રાજપૂત યુવાનોના આવા ગંભીર અકસ્‍માતમાં કરૂણ મૃત્‍યુ નિપજતાં ભારે શોકની લાગણી રાજપૂત સમાજમાં ફેલાઇ છે. તથા હોસ્‍પિટલે પણ રાજપૂત સમાજનો મોટો સમુહ ઉમટયો હતો.

 પીજીવીસીએલ તંત્ર

 સામે ઉગ્ર રોષ

જયારે બીજી ઘટનામાં  દ્વારકા માર્ગ પર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેત વ્‍યવસાય સાથે સંકળાયેલા તખુભા પ્રતાપસંગ જાડેજા (ઉ.વ. ૫૨) તેમજ તેમની પાસે જ નજીક જ અન્‍ય એક ખેતર ધરાવતા રામસંગ ભોજુભા જાડેજા (ઉ.વ. ૬૩) ગઈકાલે શુક્રવારે સાંજે તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્‍યારે આશરે ૪-૩૦ વાગ્‍યાના સમયે તેમના ખેતર ઉપરથી પસાર થતો પીજીવીસીએલનો જીવંત વીજ વાયર તૂટીને પડતાં આ બંનેને મૂર્છિત અવસ્‍થામાં અહીંની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ે તેમને મળત્‍યુ પામેલા જાહેર કર્યા હતા.

આ બંને શેઢા પાડોશી એવા પિતરાઈ ભાઈઓના એક સાથે અવસાન થતાં તેમના પરિવારનો સાથે નાના એવા સોનારડી ગામમાં પણ ભારે કરુણતા પ્રસરાવી છે. વધુ વિગત મુજબ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલને અહીં મેન્‍ટેનન્‍સ તેમજ વાયર બદલવા માટેની અવારનવાર રજૂઆતો વચ્‍ચે કોઈ ગંભીર અકસ્‍માતની દહેશત પણ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે આ બે વ્‍યક્‍તિઓના અકાળે અવસાન થયાનો બનાવ બનવા પામ્‍યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

આ બનાવની કરુણતા એ છે કે મળતક તખુભા જાડેજાના માતા અસ્‍થિર મગજના છે તેમજ ૮૫ વર્ષના વળધ્‍ધ પિતા પણ શારીરિક રીતે ખૂબ જ બીમાર રહે છે. તેમનો પુત્ર આશરે ૧૩ વર્ષનો હોય, બેપુત્રીઓ સાથેના આ પરિવારજનોએ ઘરના મોભી તખુભા જાડેજાની છત્રછાયા ગુમાવતા  કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

જ્‍યારે રામસંગ જાડેજાનો એકનો એક પુત્ર પણ માનસિક સ્‍વસ્‍થ હોવાનું કહેવાય છે. આ બંનેના પરિવાર પર જાણે આભ ફાટી પડ્‍યું હોય તેવું ચિત્ર ખડું થયું છે. અપમળત્‍યુના આ બનાવ અંગેની જાણ ઘનુભા ભોજુભા જાડેજા (ઉ.વ. ૫૦, રહે. સોનારડી) એ અહીંની પોલીસને કરી છે.

જાડેજા પરિવારમાં એક જ કુટુંબમાં બે વ્‍યક્‍તિઓના  અપમળત્‍યુના આ બનાવે સોનારડી ગામમાં ભારે અરેરાટી સાથે વીજતંત્ર સામે રોષની લાગણી પ્રસરાવી છે.

 

બે મૃતકોમાં એક અપરણીત

અને એક બાર દિવસ પહેલા

પિતા બનેલોઃ કરૂણા!!

ખંભાળીયા તા. ર૦ :.. આજે વહેલી સવારે થયેલ આ દુર્ઘટનામાં મોટી કરૂણતા છે કે મૃતક પ્રતિપાલસિંહ પરાક્રમસિંહ જાડેજા (ઉ.ર૩) વાળાના દોઢેક વર્ષ પહેલા લગ્ન થયેલા તથા તેને ત્‍યાં બાર-પંદર દિવસ પહેલા જ પુત્રનો જન્‍મ થયેલો અને આ પંદર દિવસમાં પુત્રના માથા પરથી પિતાનું છત્ર ઉઠી ગયું...!! અન્‍ય મૃતક પ્રીતરાજસિંહ યોગેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.રર) ના તો હજુ લગ્ન પણ થયા ન હતા ત્‍યાં ભગવાનને શરણ થઇ ગયો...!!

કરૂણ બનાવની સમગ્ર હાલારમાં રાજપૂત સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષો કરોડોનો ટેકસ ટોલ રોડ પર ઉઘરાવતા નેશનલ હાઇવે ઓથોરીટીની રસ્‍તા પર બેસતા પશુઓને ના હટાવવાની ગંભીર બેદરકારીએ આજે વહેલી સવારે બે રાજપૂત યુવાનોનો ભોગ લીધો છે.

(11:48 AM IST)