<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

૧૨ જ્‍યોતીંલીંગના દર્શનઃ ૧૨ દિવસમાં

 રાજકોટઃ ઘોરાજી-સુપેડીના પાંચ યુવાનોએ એક અનોખી ધાર્મિક યાત્રા યોજી. આ યાત્રામાં તેમણે માત્ર ૧૨ દિવસમાં ૧૨ જ્‍યોતિર્લિંગના દર્શન કર્યા હતા. ભારતનાં વિવિધ પ્રાંતોમાં આવેલા જ્‍યોતિર્લિંગ મંદિરોની મુલાકાત લઈને તેમણે આશરે ૧૦,૫૦૦ કિલોમીટરની મુસાફરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ પવિત્ર યાત્રા માત્ર આધ્‍યાત્‍મિક શ્રદ્ધાનું પ્રતિક નથી, પણ યુવાનોમાં અવિરત ઊર્જા, વિશ્વાસ અને સંકલ્‍પનું ઉત્તમ ઉદાહરણ પણ છે. ભગવાન શંકરના આ બાર જ્‍યોતિર્લિંગોની મુલાકાત એ પોતે જ એક વિરાટ કાર્ય ગણાય છે. યાત્રામાં જોડાયેલા પાંચ યુવકઃ પારસ રાદડીયા (મો.૯૮૯૮૨ ૩૩૪૩૬), દેશુરભાઈ રબારી (મો.૯૫૭૮૩ ૦૨૩૦૨, ગોવિંદભાઈ (મો.૯૧૦૭૦ ૦૦૦૯૪), સનીભાઈ રાજપુત (મો.૯૯૭૮૧ ૨૧૭૫૬), ગજુરભાઈ ગઢવી (મો.૯૯૭૮૧ ૯૯૧૭૨) આ યુવાનોએ યાત્રાના દરેક ક્ષણને ભક્‍તિ, એકતા અને ઉમંગ સાથે જીવી લીધો. તેમના માટે આ યાત્રા માત્ર તીર્થયાત્રા ન હતી પરંતુ જીવનમાં એક યાદગાર અનુભવ હતો.

(10:46 AM IST)