<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ટેકવોન્‍ડો સ્‍પર્ધામાં સુવર્ણપદક જીતીને ઝાલાવાડનો ડંકો વગાડતી જીવણગઢ ગામની આરતીબેન

 

વઢવાણ, તા.૨૦: તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ખેલો ઈન્‍ડિયા અસ્‍મિતા લીગમાં ગોલ્‍ડ મેડલ તેમજ ઓડિશા રાજ્‍યમાં કટક ખાતે યોજાયેલ ટેકવોન્‍ડો ચોથી સબ જુનિયર અને સિનિયર નેશનલ ચેમ્‍પિયનશિપ ૨૦૨૫-૨૬માં બ્રોન્‍ઝ મેડલ જીતીને માત્ર ઝાલાવાડનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્‍યનું નામ રોશન કર્યું છે.

 ભારતમાં રમતગમતની સંસ્‍કળતિને પુનર્જીવિત કરવા અને પ્રતિભાશાળી યુવા રમતવીરોને શોધવાના ઉદ્દેશ્‍યથી ર્૫ીંદ્યધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૭માં ‘ખેલો ઇન્‍ડિયા' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમ આજે ભારતના યુવા ખેલાડીઓ માટે એક ક્રાંતિકારી પહેલ બની રહ્યો છે. આ કાર્યક્રમની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે પાટડી તાલુકાનાં જીવણગઢ ગામની દીકરી આરતી કરમશીભાઈ નાગોહ છે.

જીવણગઢ જેવા નાના ગામમાં, જ્‍યાં રમતગમતની તાલીમ માટે કોઈ ખાસ સુવિધાઓ ઉપલબ્‍ધ નથી, ત્‍યાંથી ટેકવોન્‍ડો જેવી રમત શીખવી અને તેમાં સફળતા મેળવવી એ એક મોટો પડકાર હતો. પરંતુ આરતીનાં માતા-પિતાએ તેમની રમત પ્રત્‍યેની રુચિને સમર્થન આપ્‍યું અને દીકરીના સપનાને પૂરા કરવા માટે માતા પિતા સાથે સરકાર પણ મદદરૂપ થઈ રહી છે. હાલ આરતી નડિયાદની ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટ્‍સ સ્‍કૂલ - DLSSમાં અભ્‍યાસ કરી રહી છે. જ્‍યાં તેને અભ્‍યાસની સાથે સાથે સ્‍પોર્ટ્‍સની તાલીમ પણ મળી રહી છે.

સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા ઓડિશામાં યોજાયેલ ‘ખેલો ઈન્‍ડિયા ગેમ્‍સ'માં આરતીને પોતાની પ્રતિભા સાબિત કરવાની એક સુવર્ણ તક મળી. આ રાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્‍પર્ધા કરીને, આરતીએ ટેકવોન્‍ડોમાં પોતાની અસાધારણ કુશળતા, ઝડપ અને ટેકનિક દર્શાવી. અનેક રાઉન્‍ડમાં સખત સ્‍પર્ધાનો સામનો કરીને, તેઓ ફાઇનલમાં પહોંચ્‍યા અને શાનદાર પ્રદર્શન સાથે બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો.

આજે, ગોલ્‍ડ મેડલ જીતવો એ આરતીબેનની સફરનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. તેઓ હવે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પ્રતિનિધિત્‍વ કરવાનું અને ભવિષ્‍યમાં ઓલિમ્‍પિક્‍સમાં મેડલ જીતવાનું સપનું જુએ છે. તેમની આ જીત અન્‍ય યુવા ખેલાડીઓને પણ તેમના સપના સાકાર કરવા માટે પ્રેરણા આપશે અને ગુજરાતમાંથી વધુ ચેમ્‍પિયનનો ઉદય થશે. ખેલો ઇન્‍ડિયાનું મંચ દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાને બહાર લાવવાનું એક સફળ માધ્‍યમ બની રહ્યો છે.

(11:03 AM IST)