હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રીબડાના અમીત ખુંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને બપોર બાદ કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરાશે
પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગોંડલ કોર્ટમાં હાજર થયા બાદ જૂનાગઢ જેલમાંથી ગોંડલ તાલુકા પોલીસે આપઘાત પ્રકરણમાં અનિરૂધ્ધસિંહ જાડેજાનો કબ્જો લીધો : પાંચ મહિના ફરાર હતા તે દરમ્યાન કયાં આશ્રય લીધો હતો? રાજદિપસિંહ જાડેજા સાથે હતો કે કેમ અને જુનાગઢના રહીમ મકરાણી સાથે સંપર્કમાં હતા કે કેમ? : તે અંગે અનિરૂધ્ધસિંહ જાડેજાની પૂછતાછ હાથ ધરાશે

તસ્વીરમાં ગોંડલ કોર્ટમાં અનિરૂધ્ધસિંહ જાડેજા હાજર થયા બાદ જુનાગઢ જેલમાં પોલીસ લઇ જતી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, ગોંડલ)
રાજકોટ તા.૨૦: સુપ્રીમકોર્ટના આદેશ બાદ પોપટભાઇ સોરઠીયા કેસમાં ગઇકાલે ગોંડલ કોર્ટમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા હાજર થતા જૂનાગઢ જેલમાં લઇ જવાયા બાદ મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસે રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરૂધ્ધસિંહ જાડેજાનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લીધો હતો અનેઆજે બપોર બાદ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાનાર છે.
ગોંડલનાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા સજામાફી રદ કરી આજીવન કેદનો હુકમ બરકરાર રાખતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઇકાલે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા તાલુકા પોલીસે તેનો કબ્જો લઇ જુનાગઢ જેલમાં એન્ટ્રી કરાવી અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં તેની ધરપકડ કરી હતી.
રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાએ ૩ મે ના રોજ રીબડાના અમિત ખુંટ દામજીભાઇ ખુંટ સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન પ તારીખે અમિત ખુંટે તેની વાડીએ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે હનીટ્રેપમાં ફસાવી મરવા મજબુર કરવા અંગે અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરા, તેની સહેલી પુજા રાજગોર, સલાહ આપનાર એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ કરી હતી તેમની પૂછતાછમાં જુનાગઢના રહીમ મકરાણીનું નામ પણ સામે આવતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથધરી હતી.
દરમ્યાન પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર થયા બાદ જૂનાગઢ જેલમાં લઇ જવાયેલ રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાનો મોડી રાત્રે જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇ અમીત ખુંટ આપઘાત કેસમાં ધરપકડ કરી હતી.
તપાસનીશ અધિકારી ગોંડલ તાલુકાના પી.આઇ. અજીતસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજે બપોર બાદ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે. પાંચ માસથી ફરાર હતા તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ જાડેજાએ કયા આશ્રય લીધો હતો? અને રાજદિપસિંહ જાડેજા સાથે હતા કે કેમ? તેમજ જુનાગઢના રહીમ મકરાણી સાથે સંપર્કમાં હતા કે કેમ? તે મુદે રીમાન્ડ માંગણી કરાશે.
અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરૂધ્ધસિંહ જાડેજાના રીમાન્ડ મળ્યા બાદ તેની પૂછતાછમાં વધુ વિગતો ખુલશે તેમ પોલીસે જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
