હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
વિજળીના કડાકાભડાકા સાથે મહુવા પંથકમાં ધોધમાર એકાદ ઈંચ વરસ્યોઃ માંડવીના પાથરા તણાયા
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ખેડૂતોના ખેતરોમાં સુકવણી કરવા મુકેલા મગફળી (માંડવી)ના પાથરા વરસાદી પાણીમાં તણાયા ખેડૂતો હેરાન : મહુવા પંથકમાં ધોધમાર વરસાદ ના પગલે મહુવા સાવરકુડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર જાદરા, ભાદરા,આસરણા ગામ પાસે આવેલ ડાયવઝનનું ધોવાણ થતાં માર્ગનો વાહનવ્યવહાર સદંતર બંધ

મહુવા તા.૨૦: મહુવા પંથકમાં આજરોજ તારીખ ૧૯/૯/૨૦૨૫ ને શુક્રવાર ના બપોર પછી ના ધોધમાર વરસાદ વરસી જતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં તદ્ ઉપરાંત જગત ના તાત ખેડુતે પોતાના ખેતરોમાં ચુકવણી કરવા મુકેલા મગફળી (માંડવી) ના પાથરા વરસાદી પાણી માં તણાયા હતા અને પલળી ગયા હતા જેથી ખુબ જ મોટાં પ્રમાણમાં ખેડૂતો ને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો આ વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગામો જેવા કે કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી,જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા,ચારદીકા,નેસવડ,વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા,રાતોલ, સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે તેવું રહીમ આર વસાયા એ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
