<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

જુની પેઢીના પત્રકાર સ્‍વ. હેમેન્‍દ્રકુમાર પારેખને વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા અંજલી

હેમેન્‍દ્રકુમારે તેમના કાર્યકાળ દરમિયાન અનેક લોકપ્રશ્નોને વાચા આપી હતીઃ ડો.વિરમભાઇ ગોઢાણીયા : હેમેન્‍દ્રકુમાર એક આદરપાત્ર વ્‍યકિત હતા : પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ : ગાંધીનગર હતો ત્‍યારે પોરબંદરથી હેમેન્‍દ્રકુમારનો ફોન આવ્‍યો હતો ત્‍યારે પોરબંદર આવીશ ત્‍યારે તમારા ઘેર ચોક્કસ આવીશ તેમ કહયું હતું : ત્રણેક દિવસ પછી હેમેન્‍દ્રકુમારની વિદાયના : સમાચાર મળતા બહું દુઃખ થયું: અર્જુનભાઇ મોઢવાડીયા : સ્‍વ.હેમેન્‍દ્રકુમારની પોરબંદરમાં યોજાયેલી શોકસભામાં સામાજીક શૈક્ષણીક અને રાજકીય તેમજ સેવાકીય સંસ્‍થાઓ અને વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા પ્રિન્‍ટ મીડીયા અને ટીવી ચેનલોના પત્રકારો અને રિપોર્ટરો ઉપસ્‍થિત રહયા

પોરબંદર : જુની પેઢીના પત્રકાર સ્‍વ.હેમેન્‍દ્રકુમાર પારેખની ગઇકાલે શુક્રવારે યોજાયેલી શોકસભામાં સામાજીક, શૈક્ષણીક અને રાજકીય તેમજ વિવિધ સેવાકીય સંસ્‍થાઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો તથા પ્રિન્‍ટ મીડીયા અને ટીવી ચેનલોના પત્રકારો અને રીપોટરો ઉપસ્‍થિત રહીને સ્‍વ. હેમેન્‍દ્રકુમારને અંજલી અર્પી હતી.

શોકસભામાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે, ગાંધીનગર હતો ત્‍યારે હેમેન્‍દ્રકુમારની વિદાયના અઠવાડીયા પહેલા મને પોરબંદરથી હેમેન્‍દ્રકુમારનો ફોન આવેલ અને નરમ-ગરમ તબીયત સંબંધે વાતચીત કરી હતી. જયારે પોરબંદરની બહાર હોય મેં હેમેન્‍દ્રકુમારને પોરબંદર આવીશ ત્‍યારે જરૂર તમારા ઘેર આવીશ તેવું કહયું હતું. પરંતુ પોરબંદરથી હેમેન્‍દ્રકુમારના અવસાનના સમાચાર મળતા બહુ દુઃખ થયું હતું.

માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા શોકસભામાં આવીને પીઢ અને નીડર પત્રકાર સ્‍વ. હેમેન્‍દ્રકમુારે તેમના કાર્યકાળ દરમિયાન અનેક લોકપ્રશ્નોને વાચા આપી હતી.

જીલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ લાખાભાઇ મોકરીયા, અરજણભાઇ આંત્રોલીયા, દેવાયતભાઇ વાઢીયા, મનુભાઇ માવદીયા, ભુપતભાઇ ડાભી, ડો. ઇશ્વરભાઇ ભરડા, રામસીભાઇ બામણીયા, રામજીભાઇ બામણીયા (ભદ્રકાલી ગરબી), મહેશભાઇ ભુવાએ જણાવેલ કે સ્‍વ. હેમેન્‍દ્રકુમાર આદરપાત્ર વ્‍યકિત હતા.

શોકસભામાં ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પુર્વ પ્રમુખ અનિલભાઇ કારીયા, ડીસીસી બેન્‍કના પુર્વ ચેરમેન રાજુભાઇ બુધ્‍ધદેવ, હેલ્‍થ એજયુકેશન ટ્રસ્‍ટના રામદેવભાઇ મોઢવાડીયા ઉપસ્‍થિત રહીને સદગતના આત્‍માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સ્‍વ. હેમેન્‍દ્રકુમારની શોકસભાની તસ્‍વીરો. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(11:36 AM IST)