<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

સુત્રાપાડામાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિન નિમિતે જશાભાઇ બારડની ઉપસ્‍થિતિમાં સફાઇ અભિયાન

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૦: ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં વૈશ્વિક મંચ પર ભારતને શક્‍તિશાળી ગૌરવ શાળી અને આત્‍મનિર્ભર બનાવનાર ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણાં યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૫ માં જન્‍મીદીવસની ઉજવણી ના ભાગરૂપે તા. ૧૭/૦૯/૨૦૨૫ થી તા.૨/૧૦/૨૦૨૫ સુધી સેવા પખવાડિયા ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે દરરોજ ૩ થી ૪ કાર્યક્રમો સેવાના કરવામાં આવે છે જે અન્‍વયે આજરોજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ વહીવટી તંત્ર તેમજ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા આજરોજ સુત્રાપાડામાં ચોપાટી પર તેમજ દરિયા કાંઠાની સફાઈ તેમજ ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલના વિધ્‍યાર્થી અને સ્‍ટાફગણ દ્વારા સ્‍વચ્‍છતા રેલી તેમજ એસ.ટી.પી. પ્‍લાન્‍ટમાં વળક્ષારોપણ કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, સુત્રાપાડા મામલતદાર ગોવડા સાહેબ, સુત્રાપાડા ચીફ ઓફિસર મૌલિકભાઈ વંશ, ખેરભાઈ, નગરપાલિકાના પ્રમુખ મનહરભાઇ બારડ, ઉપપ્રમુખ નરેશભાઇ કામળીયા, ભારતીય જનતા પાર્ટી સૂત્રપાડા શહેર પ્રમુખ સુરસિંહભાઈ મોરિ, મહામંત્રી સિદ્ધરાજભાઈ રાઠોડ, હરેશભાઈ કામલીયા, કોળી સમાજના આગેવાન ડો રામભાઇ ચૌહાણ, નગરપાલિકાના સભ્‍ય અજયભાઇ બારડ,કાળાભાઈ બારડ, જેસીંગભાઇ નાથાભાઈ, નિલેશભાઈ મોરી, હરેશભાઇ મોરી, રામભાઈ પટેલ, જાનીભાઈ, જગાભાઈ કાછેલા, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કછેલા, , અનિલભાઈ ,રામભાઈ માંડાભાઈ, અરસી ભાઈ જાખોત્રા, સુત્રાપાડા નગરપાલિકાની ટિમ, તેમજ દરેક સમાજના આગેવાનો અને ભારતીય જનતાપાર્ટી ના કાર્યકરો બહોળી સંખ્‍યામાં હાજર રહેલ હતા. આ સેવા પખવાડિયા ના કાર્યક્રમ દરમ્‍યાન પૂર્વ મંત્રી જશાભાઈ બારડની આગેવાનીમાં અને સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે

(11:40 AM IST)