હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પશ્ચિમી અને પૂર્વીય પવનોની ટક્કર જોવા મળશે
ગુજરાતમાં વરસાદનો પ્રભાવ કેવો રહેશે? તે આ ટક્કર પર આધારીત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૦: રાજસ્થાન-ગુજરાત સહિત ઉતર પヘમિના રાજયોમાં એકટીવ સાયકલોન શરૂ થઇ ચુકેલ હોઇ અહીથી ચોમાસાની વિદાય ક્રમસ થઇ રહી છે. જોકે બંગાળની ખાડીમાં ઉદ્ભવતી સીસ્ટમો પૈકી બંગાળની ખાડીમાં સાયકલોનિક સકયુલેશન બનનાર છે. જે સીસ્ટમ મજબૂત ગણાઇ રહી છે. બંગાળની ખાડીમાં બનનાર સાયકલોનિક સકર્યુલેશન કે જેની દિશા ઘડીયાળના કાંટાની ગતિ જેમ હોય છે. આશરે ૨૬-૨૭ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડી વાળી સિસ્ટમ અને રાજસ્થાન સ્થિત એન્ટી સાયકલોન સિસ્ટમ સામે ટક્કર જોવા મળશે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત આ અંગે પોતાનું મંતવ્ય જણાવે છે કે સંભવત બંગાળની ખાડી વાળી સિસ્ટમ વધુ પ્રભાવી હોવાને કારણે એન્ટીસાયકલોનની તેની સામે ટક્કર છતા દિલ્હી-પંજાબ-રાજસ્થાન અને ગુજરાતના અમુક હિસ્સામા઼ હળવો વરસાદ બંગાળની ખાડીવાળી સિસ્ટમ વરસાદ રોકે છે.
જોકે રાજસ્થાન સ્થિત એકટી સાયકલોનની પશ્ચિમી હવાઓને દાયરો વધી શકવાની સંભાવના રહેલી હોઇ, મોન્સૂન વિડ્રોલાનો દાયરો પણહાલ વધી શકે છે. જેથી બંગાળની ખાડી વાળી સિસ્ટમ અન્ય રાજયોમાં ભલે ધોધમાર વરસાદ વરસાવે પણ રાજસ્થાન-પંજાબ-ગુજરાત તરફ આવવા સમયે તેનો ટ્રેક બદલી જઇ આ રાજયોમાં તેનો પ્રભાવ નહિવત જોવા મળી શકે છે. ગરમીના આ અંતિમ દિવસો હોઇ ગુજરાતમાં મોડી રાત્રિના શિયાળાની આલબેલ આ સપ્તાહમાં જ જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
