<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

સોમવારથી નવરાત્રીનો પ્રારંભઃ પ્રાચીન-અર્વાચીન રાસોત્‍સવની રમઝટ

માતાજીની આરાધના માટે ભાવિકો દ્વારા અનુષ્‍ઠાનઃ ગરબાનું સ્‍થાપન કરીને નવ દિવસ પૂજન અર્ચન કરાશે

પ્રથમ તસ્‍વીરમાં ધોરાજીની ભુલકા ગરબી, બીજી તસ્‍વીરમાં ધોરાજીની ખોડલધામ ગરબીની ઝલક. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ- ધોરાજી)

રાજકોટ તા.૨૦: સોમવારથી નવલ નોરતાનો પ્રારંભ થશે. દરરોજ રાત્રીના પ્રાચીન અને અર્વાચીન રાસોત્‍સવની રમઝટ જામશે. માતાજીની આરાધના માટે ભાવિકો દ્વારા અનુષ્‍ઠાન કરાશે. ગરબાનું સ્‍થાપન કરીને નવ દિવસ સુધી પૂજન, અર્ચન કરાશે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ- ધોરાજી બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી -૨૦૨૫ છેલ્લા ૨૩ વર્ષથી ૧૧૦૦ નાના ભૂલકા વિનામૂલ્‍યે રાસ ગરબા ની રમઝટ બોલાવે છે

ખરાવડ પ્‍લોટ ખાડિયા  વિસ્‍તારમાં છેલ્લા ૨૩ વર્ષથી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબી ચલાવી રહ્યા છે જેમના સંચાલક બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ અને હાલમાં ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન સી. સી.અંટાળા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી નાના ભૂલકા ઓની સેવા ચાલુ છે

સી.સી.અંટાળાએ માહિતી આપતા જણાવેલ કે ગત બાવીસ (૨૩) વર્ષની ભવ્‍ય સફળતા બાદ ધોરાજીની ધર્મપ્રેમી તથા ઉત્‍સવપ્રેમી જનતા સમક્ષ તેના નાના નાના બાળકોની લાગણીઓ તથા અંતરની ઊર્મિઓને વાચા આપવાની બજરંગ ગ્રુપનો નમ્ર પ્રયાસ છે. ૨૪ વર્ષ માં મંગલ પ્રવેશ નીમીતે ભુલકા ગરબીમાં નાના બાળકોને રમવા માટે તથા ધોરાજીની જનતાને નિહાળવા માટે બજરંગ ગ્રુપ જાહેર આમંત્રણ પાઠવે છે.

સૌરાષ્‍ટ્રની એકમાત્ર ભૂલકાં ગરબી ૨૩ પરિસ્‍થિતિ કાર્યરત છે ૨૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેછે. નાના ભૂલકાની સુરક્ષા માટે ગરબીમાં સીસીટીવી કેમેરા તેમજ સ્‍ટાન્‍ડર્ડ કંપનીની ભેટ આપવામાં આવે છે. ભુલકા ગરબી મંડળમાં રમવા માટે બાળકની ઉંમર ૩ વર્ષથી ઉપર ૧૦ વર્ષથી નીચે હોવી જરૂરી છે. બાળકને ટેડીશનલ ડ્રેસ પહેરાવી રમવાનું હોય છે.

તા. ૨૨-૦૯-૨૦૨૫ થી તા. ૦૧-૧૦-૨૦૨૫ ગરબીનો સમય રાત્રે ૯.૦૦ થી ૧૧.૩૦નો રહેશે. વ્‍યવસ્‍થાને અનુલક્ષીને વિના મૂલ્‍યે પાસની વ્‍યવસ્‍થા રાખેલ છે. ગત વર્ષના પાસ રદ કરેલ છે. જેથી ૨૦૨૫ ના વર્ષના નવા પાસ મેળવી લેવા. પાસ મર્યાદિત સંખ્‍યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા. બાળકને રમવા માટે પાસ લગાવીને આવવું ફરજીયાત છે. પાસ મેળવવા માટે બાળકને સાથે લઈ આવવું ફરજીયાત છે. ભુલકાઓ ડી.જે. સાઉન્‍ડ સીસ્‍ટમ પર ગરબી રમશે.

ભુલકા ગરબી યુ ટયુબ પર નિહાળવા બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકાં ગરબી-ધોરાજી સર્ચ કરવું.૧૧૦૦ (એક હજાર એકસો) ની મર્યાદિત સંખ્‍યા રાખવાની હોય વિના મુલ્‍યે પાસ વહેલા તે પહેલાના ઘોરણે મેળવી લેવા.

આ વિના મૂલ્‍યે પાસ મેળવવાનું સ્‍થળઃ- ખરાવાડ પ્‍લોટ, ગરબી ચોક, ધોરાજી. તા. ૨૦-૦૯-૨૦૨૫ થી તા. ૨૧-૦૯-૨૦૨૫ સુધીમાં સમય રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ દરરોજ રાત્રે ભુલકા ગરબીનું લાઈવ પ્રસારણ DEN (ડેન) ઉપર ચેનલ નં. ૧૯૩(૧૯૩) તથા ૧૫૧(૧૫૧) પર નિહાળી શકાય છે.

નોંધઃ- બાળકો માટે ખાદ્યપદાર્થની ભેટ સ્‍વીકારાય છે. પરંતુ દાતાઓએ ચોકલેટ, બિસ્‍કીટ કે અન્‍ય વસ્‍તુ સ્‍ટાન્‍ડર્ડ કંપનીની જ આપવી.

બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકાં ગરબીનું સ્‍થળ  ખરાવાડ પ્‍લોટ, ભૂલકા ગરબી ચોક, ધોરાજી. મહેશભાઈ મો. ૯૮૯૮૬ ૧૨૮૦૭ નિલકંઠ મેડીકલ સ્‍ટોર અવેડા ચોક, ધોરાજી. પ્રમુખઃ- સી.સી. અંટાળા બજરંગ ગ્રુપ-ધોરાજી મો. ૯૮૨૫૨ ૨૧૮૨૧

 વધુ માહિતી માટે સંપર્ક દીલીપભાઈ હિરપરા (પ્રિન્‍સ) સુપ્રીમ ટ્રેડીંગ જનાના હોસ્‍પી. મેદાન સામે, ધોરાજી નવરાત્રિના દસ દિવસ સુધી ગરબી ને નાના ભૂલકાઓ સાથે રમઝટ બોલાવવા માટે બજરંગ ગ્રુપ ખાડીયાના સેવાભાવી પ્રમુખ સી. સી.અંટાળા,  હરિલાલ અંટાળા, પપ્‍પુભાઈ સુરેશભાઈ વૈષ્‍ણવ, જનકભાઈ તથા કિશોરભાઈ કપૂપરા વિગેરે સો જેટલા યુવાન ભાઈ બહેનો સેવા બજાવશે.

ધોરાજી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજીઃ ખોડલધામ સમિતિ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં લેઉવા પટેલ સમાજનો રાસોત્‍સવ યોજાયો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, પૂર્વ ધારાસભ્‍ય લલિત વસોયા, સમિતિ અધ્‍યક્ષ અરવિંદ ભાઈ વોરા, યુવા અગ્રણી વરુણ વઘાસીયા, તેમજ ખોડલધામ મહિલા પાંખ ના હોદેદારો, યુવા પાંખ ના કાર્યકરોએ કાર્યક્રમ ને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

(11:51 AM IST)