News of Saturday, 20th September 2025
કાલે ભુપેન્દ્રભાઇ અમરેલીમાં : સહકારથી સમૃધ્ધિ પરિસંવાદ
દિલીપભાઇ સંઘાણીની આગેવાનીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા : પરસોતમભાઇ રૂપાલા, જયેશ રાદડીયા સહિતના ઉપસ્થિત રહેશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૦: રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં અમરેલી જીલ્લાની સહકારી સંસ્થાઓની એકસુત્ર વાર્ષિક સાધારણ સભા સાથે કળષિ અને ગ્રામ વિકાસ પરિષદ (કાર્ડ) દ્રારા ‘સહકાર થી સમળધ્ધિ પરિસંવાદ' નું આયોજન રાજસ્વિ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમા યોજાશે. કાર્યક્રમમાં લાભાર્થીઓને ચેક વિતરણ, સહકારી મંડળીઓ-દુધ ઉત્પાદન કરતી મંડળીઓને પ્રોત્સાહક સન્માન, સાંસ્કળતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, ટીમ સહકાર કાર્યક્રમને આખરી ઓપ આપી રહેલ છે.
કળષિ-પશુપાલન આધારીત અમરેલી જીલ્લાના વિકાસમાં સહકારી પ્રવળતિ અગ્રેસર ભૂમિકા ભજવી રહેલ છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી - ગળહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ એ ભારતને નવી ઉચ્ચાઈ અપાવવા ‘સહકાર થી સમળધ્ધિ'ના સુત્રને સાર્થક કરવા રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે અમર ડેરીના પ્રમુખ અશ્વિનભાઈ સાવલીયા, ઉપપ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જીલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ યુવા અગ્રણી મનિષભાઈ સંઘાણી, જીલ્લા બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ.પટેલ, જીલ્લા બેંકના જનરલ મેનેજર બી.એસ.કોઠીયા સહિતની ટીમ સહકાર કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે. કાર્યક્રમમા સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ડીરેકટરશ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમીકો, મહિલાઓ, મંડળીઓના પ્રમુખ-મંત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે તેમ અખબારી યાદીના અંતમા જણાવાયેલ છે.
પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીના મેનેજમેન્ટ ગુરુ શ્રી પીપી સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. બે વર્ષ પહેલાં શ્રી પીપી સોજીત્રા દ્વારા એજ્યુકેશન ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. એક કરોડ રૂપિયાનું અનુદાન જાહેર કરી શ્રી સોજીત્રાએ જન્મદિવસ ઉજવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસે રવિવારના વિદ્યાર્થીઓને ચેક વિતરણ થશે.
અમરેલીઃ અમરેલી માં આગામી રવિવારના મહેમાન બનનાર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા મેનેજમેન્ટ ગુરુ વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ સાથે સંકળાયેલા રાજકીય આગેવાન અને સહકારી ક્ષેત્રે આગવું નામ ધરાવતા શ્રી પીપી સોજીત્રા સંચાલિત એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા આયોજન કરવામાં આવ્યું હતું
અમરેલીમાં આગામી રવિવારના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય ત્યારે મેનેજમેન્ટ ગુરુ અને અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા શ્રી પીપી સોજીત્રા દ્વારા તેમના બે વર્ષ પૂર્વે ઉજવાયેલા જન્મદિન પ્રસંગે જરૂરિયાત મંદ પરિવારોના તેજસ્વી બાળકોને અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુસર એક એજ્યુકેશન ફાઉન્ડેશનની રચના કરવા નું જાહેર કરાયું હતું અને શ્રી સોજીત્રાએ એક કરોડ રૂપિયાનું અનુદાન જાહેર કરી જરૂરિયાત મંદ તેજસ્વી વિદ્યાર્થીઓને ફંડના વ્યાજમાંથી બે વર્ષ બાદ ૬૪ માં જન્મદિન નિમિત્તે લોન સ્કોલરશીપ ના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોઠવાતા આગામી તા.૨૯ના રવિવારના રોજ બપોરના ૧.૩૦ થી ચાર કલાક દરમિયાન એન્જલ લોટ્સ ઇકો ઇન. જુના માર્કેટ યાર્ડ અમરેલી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરીયા,નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, ડોક્ટર ભરતભાઈ જે કાનાબાર,શૈલેષભાઈ સંઘાણી, જયેશભાઈ એમ નાકરાણી, ભાવિનભાઈ જે.સોજીત્રા,કમલેશભાઈ ગરાણીયા, ચેતનભાઇ રાવળ એડવોકેટ ઉપસ્થિત રહેશે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
