હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાબરા, લાઠી, વંથલીમાં ર ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વાદળા છવાયા
વિદાય લેતા ચોમાસાના માહોલમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો

રાજકોટ, તા., ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી વાદળા સાથે વરસાદી માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. બાબરા, લાઠી, વંથલીમાં ર ઇંચ વરસાદ પડયો છે. જયારે લીલીયામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ગઈકાલે દિવસ ભર ભાદરવા નો તડકો,ઉકળાટ ને ગરમી બાદ તળાજા નગરવાસીઓને તેમાંથી રાહત આપવા માટે મેઘરાજાની અચાનક એન્ટ્રી થઈ હતી. વીજળીના કડાકાને ગગનના ધડાકાભેર અવાજ સાથે ૪.૧૫ વાગ્યાથી મેઘ સવારી ૫.૪૫ સુધી મધ્યમધારે વરસી હતી.
દોઢેક કલાકના વરસાદ ને લઈ હજરત અબ્બાસ ચોકથી લક્ષ્મીનગર સુધી રોડ પર ઢીંચણથી લઇ કમર સુધી પાણી ભરાયા હતા. આવી જ સ્થિતિ શિવાજીનગર તરફ જતા રોડની હતી. ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહનો પાણીમાં ફસાયા હતા જેને લઇ બંધ પડેલા વાહનોને ધક્કા મારીને પાણીની બહાર લઈ જવા પડ્યાની નોબત આવી હતી. ગાયત્રી મંદિર વાળો રોડ બનતો હોય, રોડ ને લગતી સાધન સામગ્રી લાવવા માટે આવતા મોટા ડમ્પર વાહનોના કારણે સારો રોડ પણ તૂટીને ખાડાઓ પડતા તે ખાડાઓમાં પાણી ભરાતા ખાસ કરીને બાઇક સવારો પડતા પડતા રહી ગયા હતા. ભાજપના પૂર્વ નગરસેવકએ પોતાના ઘર બહાર રોડ પર પાણીમા ઉભા રહી પોસ્ટ મૂકી હતી કે રોડ બનાવો છો કે તળાવ!? દોઢેક કલાકમા એક ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. નગરના મોટાભાગના વિસ્તારોમાં એકાદ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે તંત્ર એ શરૂ વરસાદમાં મરામતની કામગીરી હાથ ધરી હતી.
સમઢીયાળા ગામે વગર વરસાદે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા એ ટી.સી માંથી જ્યાં વીજ પ્રવાહ જતો હોય ત્યાં ઉપકરણોને નુકશાન થયાનું સ્થાનિક રહીશ રણછોડભાઈ એ જણાવ્યું હતુ.
આヘર્યજનક વાત એ છે કે તળાજાથી બેલાના પાટિયા સુધી જ વરસાદ હતો. ત્રાપજ કોરું હતું તેની આગળ જતાં રાજપરામાં વરસાદ હોવાનું રહીશ રણજીતસિંહ ગોહિલએ જણાવ્યું હતુ. બોરડામા નેવા ધાર વરસાદ વરસ્યો હતો.
સાંખડાસરના ખેડૂત કબાભાઈએ જણાવ્યું હતુ કે જે ખેડૂતે પાછોતરો કપાસ મગફળી કરી છે તે ખેડૂતો સિંચાઈ કરીને પાણી આપી રહયા હતા. સારો વરસાદ થતા ખેડૂતોને કૂવામાંથી ઉલેચી પાણી પાવાની મહેનતમાંથી છુટકારો મળ્યો છે. ઘાવરિયા બીને ઠંડક થતા ફાયદો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
