હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવરાત્રી દરમિયાન ચોટીલાના મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
આગામી 22 સપ્ટેમ્બર અને પહેલા નોરતાથી 30 સપ્ટેમ્બર આઠમા નોરતા સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો

જગ પ્રસિદ્ધ ચોટીલા મંદિર માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી 22 સપ્ટેમ્બર અને પહેલા નોરતાથી 30 સપ્ટેમ્બર આઠમા નોરતા સુધી દર્શનાર્થીઓ માટે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ભક્તોને માતાજીના દર્શન સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન આરતીનો સમય સવારે 5-00 વાગ્યાનો રહેશે.
જેમાં પ્રથમ અને આઠમા નોરતાના રોજ સવારે આરતીનો સમય સવારે 4-00 વાગ્યાનો રહેશે.
ડુંગર ટ્રસ્ટ દ્વાર પ્રથમ નોરતા 22 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બર આઠમા નોરતે પગથિયાના દ્વાર સવારે 3:30 વાગ્યે ખોલવામાં આવશે.
નવરાત્રી દરમિયાન ડુંગર ઉપર તા.30- 09-2025ના રોજ હવન યોજાશે જેમાં બીડું હોમવાનો સમય બપોરે 2-00 વાગ્યાનો રહેશે.
નવરાત્રી દરમિયાન આઠ નવરાત્રી દરમિયાન મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે 11 થી 2 રહેશે તેમજ હવાનાષ્ઠમીના દિવસે પ્રસાદનો સમય સાંજે 4 કલાકે રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
