<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ગેસ લિકેજથી ભડકો થતાં દાઝી ગયેલા કાલાવડ શાપરાના જયાબેનનું મોત

પત્‍નિને ઠારવા જતાં પતિ નરસીભાઇ પણ દાઝ્‍યા'તા

 

 

રાજકોટ તા. ૨૦: કાલાવડના શાપરા ગામે રહેતાં જયાબેન નરસીભાઇ બાબરીયા (ઉ.વ.૬૫) ગત તા. ૮ના રોજ ગેસ પર શાક વઘારવા બેઠા ત્‍યારે નળી લિક થઇ ગેસ રસોડામાં ભરાઇ ગયો હોઇ લાઇટર મુકતાં જ ભડકો થતાં દાઝી ગયા હતાં. તેમને ઠારવાર જતાં પતિ નરસીભાઇ પણ દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાઝેલા જયાબેનને કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી

(1:23 PM IST)