<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વિસાવદરમાં આજે સાંજ સુધી આખો દિ' ગોપાલ

ઇટાલિયા મતદારોને રૂબરૂ મળશેઃ જન સંપર્ક કાર્યક્રમ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૦ : વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયા આજે તા.૨૦-૯-૨૦૨૫ શનિવારના રોજ સવારના ૧૦-૩૦થી સાંજે ૫:૦૦ સુધી ધારાસભ્‍યશ્રીનુ કાર્યાલય-વિસાવદર ખાતે પોતાના વિધાનસભા મતક્ષેત્રના વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્‍ય ક્ષેત્રના મતદારોને રૂબરૂ મળી શકશે. આ જનસંપર્ક કાર્યક્રમ વિસાવદર વિધાનસભા ક્ષેત્રના મતદારોને મળવા માટેનુ આયોજન હોવાનું ધારાસભ્‍યશ્રીના કાર્યાલયની યાદીમાં જાહેર કરાયું છે.

સરદાર સન્‍માન યાત્રાનુ

સ્‍વાગત કરશે ઇટાલિયા

આમ આદમી પાર્ટી વિસાવદર તાલુકાના તમામ કાર્યકર્તાઓને જણાવાયુ છે કે, સરદાર સન્‍માન યાત્રાનું વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં આગમન થઈ રહ્યું છે ત્‍યારે આપણે સૌએ આ યાત્રાનું સ્‍વાગત કરવા માટે ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમની વિગત : તાઃ-૨૧-૦૯-૨૦૨૫

સમયઃ-બપોરે ૨-૦૦ કલાકે

મોટા ભલગામ ખાતે યાત્રાનું સ્‍વાગત કરાશે. સમયઃ બપોરે ૦૩:૦૦ કલાકે

ધારાસભ્‍યશ્રીના કાર્યાલય-વિસાવદર ખાતે યાત્રાનું સ્‍વાગત કરાશે. સમયઃ ૩-૩૦ વાગ્‍યે સરદાર ચોક, વિસાવદર ખાતે આ સ્‍વાગત કાર્યક્રમમાં વિસાવદર ધારાસભ્‍યશ્રી ગોપાલ ઈટાલિયા અને જૂનાગઢ જિલ્લા ઙ્કમુખ શ્રી હરેશભાઈ સાવલિયા બંને ઉપસ્‍થિત રહીને આમ આદમી પાર્ટીની ટીમ વતી યાત્રાનું સ્‍વાગત કરશે તેમ ધારાસભ્‍યશ્રીના કાર્યાલય દ્વારા જાહેર કરાયુ છે.

ઈટાલીયાને એસ.ટી.અધિકારીનો પત્ર

ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ ડેપો મેનેજર એ ની કચેરી, જુનાગઢ દ્વારા ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયાને લેખિત પત્રથી જણાવાયું છે કે, માહે ઓગષ્ટ-૨૦૨૫ માસમાં જન્‍માષ્ટમીના તહેવારો પહેલા આપના મત વિસ્‍તારની મુસાફર જનતાને સસ્‍તી અને સલામત મુસાફરી નો લાભ મળી શકે તેવા સારા હેતુથી નિગમ દ્વારા નવીન અને અધતન બસો ફાળવી અને વિસાવદર-ભેસાણ-સુરત ૧૭-૦૦ કલાકની અને સુરત-ભેસાણ- વિસાવદર ૧૮-૩૦ કલાકની બસ ચાલુ કરવામાં આવેલ, ઉક્‍ત બસનું સંચાલન આશરે એક માસ થી નિયમિત કરવામાં આવે છે,તેમજ બસ ચાલુ થયા બાદ ઈલેક્‍ટ્રીક મીડિયા તેમજ પ્રિન્‍ટ મીડિયામાં તેનો અત્રેથી મહત્તમ પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ પરંતુ સદર રૂટની આવક જાવક બન્ને ટ્રીપમાં મળવાપાત્ર મુસાફર મળતા નથી તેમજ સ્‍થાનિક મુસાફર જનતા દ્વારા મળવો જોઈએ તેવો પ્રતિસાદ મળવા પામેલ નથી, પોષણક્ષમ આવક ન મળવાને કારણે અત્રેના કેન્‍દ્રના પરિણામો નબળા થવા પામે જેનાથી આપ  સુમાહિતગાર છો,જેથી મારી નમ્ર વિનંતી છે કે સદર રૂટમાં પુરતા મુસાફર મળી રહે તેમજ નિગમને યોગ્‍ય આવક મળી રહે તે માટે આપના માધ્‍યમથી અને આપના સ્‍તરેથી નવીન ચાલુ કરેલ ઉક્‍ત રૂટ નો ઈલેક્‍ટ્રીક-પ્રિન્‍ટ મિડિયામાં મહતમ પ્રચાર-પ્રસાર થાય તે બાબત નમ્ર નિવેદન સહ વિનંતી છે.આપના સહકાર ની અપેક્ષા સહ ડેપો મેનેજર એ  એસ.ટી.જુનાગઢ દ્વારા જણાવાયું છે આ અંગે વિભાગીય નિયામક  એસ.ટી.જુનાગઢને પણ જાણ કરાઇ છે.

(1:37 PM IST)