<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

બાંટવાના ડોકટર રાણાભાઇ બારૈયાનું માણાવદર પાસે વાહન અકસ્‍માતમાં મોત

કેશોદથી કામ પતાવી પરત આવતી વખતે બાઇકને અકસ્‍માત નડયોઃ ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૦: બાંટવાના માણાવવદર નજીક વાહન અકસ્‍માત નડતાં બાટવાના ડોક્‍ટરનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં અને ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ બાંટવા રહેતાં ડો. રાણાભાઇ ઉકાભાઇ બારૈયા (ઉ.વ.૪૫) પરમ દિવસે બાઇક હંકારી કોઇ કામ માટે કેશોદ ગયા હતાં. સાંજે સાડા સાતેક વાગ્‍યે ત્‍યાંથી પરત બાટવા આવી રહ્યા હતાં તે વખતે માણાવદરમાં ઇલાહરી ધાર પાસે પહોંચ્‍યા ત્‍યારે બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે માણાવદર, જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

પણ ઇજા વધુ પહોંચી હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી માણાવદર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ડો. રાણાભાઇ બારૈયા બે ભાઇમાં મોટા હતાં અને ડોક્‍ટર હતાં. તેમનું દવાખાનુ માણાવદર નજીકના ખરેડ ગામે આવેલુ છે. તેમને સંતાનમાં એક દિકરો છે. બનાવને પગલે પરિવારજનો અને ગામમાં શોક છવાઇ ગયો હતો. કોઇ વાહનની ઠોકરે ચડી જતાં અકસ્‍માત સર્જાયો કે વાહન સ્‍લીપ થયું? તેની તપાસ પોલીસ કરી રહી છે.

(2:04 PM IST)