હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણમાં મકાનના ફળીયામાં જૂગાર રમતી ૪ મહિલા સહિત ૯ પકડાયા
તસ્વીરમાં જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

રાજકોટ તા. ર૦ :.. જસદણમાં મકાનના ફળીયમાં જૂગાર રમતી ૪ મહિલા સહિત ૯ ને જસદણ પોલીસે ઝડપી લીધા હતાં.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ના.પો.અધિ.ગોંડલ, કે.જી.ઝાલાના તરફથી જુગારની બંદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જસદણ પો.ઇન્સ. એસ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે જસદણ ગંગાભવનમાં રહેતા વિધીબેન ડો/ઓ ભીખુભાઈ જેઠવાના મકાનની અંદર ફળીયામાં જુગાર રમતા ૪ મહિલા સહિત ૯ ને રોકડા રૂા.૨૧,૩૪૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં ( ૧) વિવેક વનરાજભાઈ જળુ, રહે.ઉમરાળી ગામ, (૨) હિમાંશુ પરેશભાઈ ડાંગર, રહે.પાચવડા ગામ, તા.જસદણ (૩) દિપક કિશોરભાઇ સૌદરવા રહે.દોલતપર ગામ, (૪) જીગર મનુભાઇ સૌદરવા રહે.દોલતપર ગામ,તા.જસદણ (૫) પરેશ વિનુભાઇ વોરા રહે.જસદણ વડલા વાડી,(૬) સેજલબેન વા/ઓ ભગીરથભાઇ ધાધલ રહે.જસદણ ગંગાભુવન, (૭) પુજાબેન વા/ઓ રણજીતભાઇ આરવીંદભાઇ ચાવડા રહે.જસદણ ગંગાભુવન (૮) વિધીબેન ડો/ઓ ભીખુભાઇ જેઠવા રહે જસદણ ગંગાભુવન તથા (૯) સરોજબેન વા/ઓ કાળુભાઇ ઉર્ફે કાન્તીભાઈ મોહનભાઇ નાદપરા, રહે.જસદણ, ગજાનંદ એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી જસદણના પી.આઇ. એસ.આર.ગોહીલ, એએસઆઇ જયંતીભાઇ ધીરૂભાઇ, મામૈયાભાઇ મોતીભાઇ, હરીશભાઈ વેસ્તાભાઇ, પીસી અનીલભાઇ રમેશભાઇ, મહેન્દ્રભાઇ ભાણાભાઇ, સંજયભાઇ બાબુભાઇ તથા ડબલ્યુપીસી મેઘનાબેન નરશીભાઇ દ્વારા કરવામાં આવી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
