હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
કાલે જુનાગઢમાં પોલીસ પરિવાર માટે વન ડે નવરાત્રી મહોત્સવઃ રક્ષક નવરાત્રી-ર૦રપ
એસ.પી.સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ર૦: આદ્યશકિતની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી માતાજીની ઉપાસના આ નવલા નોરતા ઉત્સવને જુનાગઢ જીલ્લા પોલીસ પરિવાર સાથે હરખભેર ઉજવશે. આ તમામ પોલીસ પરિવારજનોને જુનાગઢ જિલ્લા પોલીસ પરીવાર માટે કેસરી દેૈનિક અને સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશનના સહકારથી આગામી તા.ર૧ ને રવિવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે નિલકંઠ પાર્ટી પ્લોટ ઝાંઝરડા બાયપાસ ચોકડી જુનાગઢ ખાતે રક્ષક નવરાત્રી વન ડે ગરબા મહોત્સવનું જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું છે.
જેમાં પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, એલસીબી પીઆઇ કૃણાલ પટેલ એસઓજી પીઆઇ જે.જે.પટેલ, આર.બી.ગઢવી, તેમજ જીલ્લાભરમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આ નવરાત્રીમાં રાસગરબાની રમઝટ બોલાવશે. (૪.૨૮)
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
