<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધ્રોલ નજીક ડેલ્ટા રબ્બર ટેક કારખાનામાં આગ: કોઈ જાનહાનિ નહીં:જુઓ વિડીયો

હરીપર ગામ નજીક ડેલ્ટા રબ્બર ટેક નામના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઊઠી

ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર આવેલા હરીપર ગામ નજીક ડેલ્ટા રબ્બર ટેક નામના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા
ઘટનાની જાણ થતાં જ ધ્રોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી
આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, કારખાનામાં રહેલા રબ્બર અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે ( સંજય ડાંગર, ધ્રોલ ) 

(6:47 PM IST)