હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં“સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જુનાગઢ ભાજપા પ્રમુખ ગૌરવ રૂપારેલિયાને આશિર્વાદ આપ્યા.
નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવભાઇના માથા પર હાથ મૂકી ખુબ જ પ્રગતિ કરો અને લોકઉપયોગી સેવાકાર્યો, સંગઠનને મજબૂત રીતે આગળ વધારવા નિષ્ઠાપુર્વક ખંતથી કાર્ય કરો તેવાં આશિર્વાદ પાઠવ્યા

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વફલક પર હિન્દુસ્તાનનું નામ ઉંચુ કરનાર વિશ્વ લોકપ્રિય નેતા અને ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર ખાતે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ માં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત - લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે અને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા જુનાગઢ મહાનગર નાં અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા ને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત સ્થળે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ ગૌરવભાઇ રૂપારેલિયા સાથે મુલાકાત કરી હતી અને ગૌવરભાઇએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતા નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવભાઇના માથા પર હાથ મૂકી ખુબ જ પ્રગતિ કરો અને લોકઉપયોગી સેવાકાર્યો, સંગઠનને મજબૂત રીતે આગળ વધારવા નિષ્ઠાપુર્વક ખંતથી કાર્ય કરો તેવાં આશિર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર, અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મત્યોદ્યોગ રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, ડો.પ્રદ્યુમન વાજા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લાના અગ્રણીઓ દિગ્વીજયસિંહ ગોહિલ, કુમારભાઇ શાહ, રાજુભાઇ રાબડીયા, રાજીવભાઇ પંડ્યા, પદાધિકારીઓ-અધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
