હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધોરાજી બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી -૨૦૨૫ છેલ્લા ૨૩ વર્ષથી 1100 નાના ભૂલકા વિનામૂલ્યે રાસ ગરબાની રમઝટ બોલાવે છે
સૌરાષ્ટ્રની એકમાત્ર ભૂલકાં ગરબી 23 પરિસ્થિતિ કાર્યરત :ભુલકા ગરબી મંડળમાં રમવા માટે બાળકની ઉંમર ૩ વર્ષથી ઉપર ૧૦ વર્ષથી નીચે હોવી જરૂરી : ખરાવાડ પ્લોટ, ગરબી ચોક, ધોરાજી. તા. ૨૦-૦૯-૨૦૨૫ થી તા. ૨૧-૦૯-૨૦૨૫ સુધીમાં સમય : રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ પાસ મળી શકશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી બજરંગ ગ્રુપ (ખાડિયા) આયોજીત ભુલકા ગરબી -૨૦૨૫ છેલ્લા ૨૩ વર્ષથી 1100 નાના ભૂલકા વિનામૂલ્યે રાસ ગરબા ની રમઝટ બોલાવે છે
ખરાવડ પ્લોટ ખાડિયા વિસ્તારમાં છેલ્લા ૨૩ વર્ષથી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબી ચલાવી રહ્યા છે જેમના સંચાલક બજરંગ ગ્રુપ ખાડિયા ના પ્રમુખ અને હાલમાં ધોરાજી નગરપાલિકાના કારોબારી ચેરમેન સી. સી.અંટાળા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી નાના ભૂલકા ઓની સેવા ચાલુ છે
સી.સી.અંટાળા એ માહિતી આપતા જણાવેલ કે ગત બાવીસ (૨૩) વર્ષની ભવ્ય સફળતા બાદ ધોરાજીની ધર્મપ્રેમી તથા ઉત્સવપ્રેમી જનતા સમક્ષ તેના નાના નાના બાળકોની લાગણીઓ તથા અંતરની ઊર્મિઓને વાચા આપવાની બજરંગ ગ્રુપનો નમ્ર પ્રયાસ.છે
૨૪ વર્ષ માં મંગલ પ્રવેશ નીમીતે ભુલકા ગરબીમાં નાના બાળકોને રમવા માટે તથા ધોરાજીની જનતાને નિહાળવા માટે બજરંગ ગ્રુપ જાહેર આમંત્રણ પાઠવે છે.
સૌરાષ્ટ્રની એકમાત્ર ભૂલકાં ગરબી 23 પરિસ્થિતિ કાર્યરત છે 24 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેછે
નાના ભૂલકાની સુરક્ષા માટે ગરબી માં સીસીટીવી કેમેરા તેમજ સ્ટાન્ડર્ડ કંપનીની ભેટ આપવામાં આવે છે
ભુલકા ગરબી મંડળમાં રમવા માટે બાળકની ઉંમર ૩ વર્ષથી ઉપર ૧૦ વર્ષથી નીચે હોવી જરૂરી છે.
બાળકને ટેડીશનલ ડ્રેસ પહેરાવી રમવા નું હોય છે.
તા. ૨૨-૦૯-૨૦૨૫ થી તા. ૦૧-૧૦-૨૦૨૫ ગરબીનો સમય રાત્રે ૯.૦૦ થી ૧૧.૩૦નો રહેશે.
વ્યવસ્થાને અનુલક્ષીને વિના મૂલ્યે પાસની વ્યવસ્થા રાખેલ છે.
ગત વર્ષના પાસ રદ કરેલ છે. જેથી ૨૦૨૫ ના વર્ષના નવા પાસ મેળવી લેવા.
પાસ મર્યાદિત સંખ્યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેવા.
બાળકને રમવા માટે પાસ લગાવીને આવવું ફરજીયાત છે.
પાસ મેળવવા માટે બાળકને સાથે લઈ આવવું ફરજીયાત છે.
ભુલકાઓ ડી.જે. સાઉન્ડ સીસ્ટમ પર ગરબી રમશે.
ભુલકા ગરબી યુ ટ્યુબ પર નિહાળવા બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકાં ગરબી-ધોરાજી સર્ચ કરવું.૧૧૦૦ (એક હજાર એકસો) ની મર્યાદિત સંખ્યા રાખવાની હોય વિના મુલ્યે પાસ વહેલા તે પહેલાના ઘોરણે મેળવી લેવા.આ વિના મૂલ્યે પાસ મેળવવાનું સ્થળ :- ખરાવાડ પ્લોટ, ગરબી ચોક, ધોરાજી. તા. ૨૦-૦૯-૨૦૨૫ થી તા. ૨૧-૦૯-૨૦૨૫ સુધીમાં સમય : રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ દરરોજ રાત્રે ભુલકા ગરબીનું લાઈવ પ્રસારણ DEN (ડેન) ઉપર ચેનલ નં. ૧૯૩(193) તથા ૧૫૧(151) પર નિહાળ
નોંધ: બાળકો માટે ખાદ્યપદાર્થની ભેટ સ્વીકારાય છે. પરંતુ દાતાઓએ ચોકલેટ, બિસ્કીટ કે અન્ય વસ્તુ સ્ટાન્ડર્ડ કંપનીની જ આપવી.
બજરંગ ગ્રુપ ખાડિયા ભૂલકાં ગરબીનું સ્થળ
ખરાવાડ પ્લોટ, ભૂલકા ગરબી ચોક, ધોરાજી.
મહેશભાઈ મો. ૯૮૯૮૬ ૧૨૮૦૭નિલકંઠ મેડીકલ સ્ટોર અવેડા ચોક, ધોરાજી.
પ્રમુખ : સી.સી. અંટાળા બજરંગ ગ્રુપ-ધોરાજી મો. ૯૮૨૫૨ ૨૧૮૨૧
વધુ માહિતી માટે સંપર્ક દીલીપભાઈ હિરપરા (પ્રિન્સ)મો. ૯૭૨૨૮ ૩૨૪૪ સુપ્રીમ ટ્રેડીંગ જન્નાના હોસ્પી. મેદાન સામે, ધોરાજી
નવરાત્રિના દસ દિવસ સુધી ગરબી ને નાના ભૂલકાઓ સાથે રમઝટ બોલાવવા માટે
બજરંગ ગ્રુપ ખાડીયા ના સેવાભાવી પ્રમુખ સી. સી.અંટાળા હરિલાલ અંટાળા પપ્પુભાઈ સુરેશભાઈ વૈષ્ણવ જનકભાઈ તથા કિશોરભાઈ કપૂપરા વિગેરે સો જેટલા યુવાન ભાઈ બહેનો સેવા બજાવશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
