<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું મહિનામાં 21,000 થી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી

સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700 થી 800 જેટલા દર્દીઓની ઓપીડી : શહેરભરમાં ગંદકી અને મચ્છરજન્ય રોગથી શહેરમાં રોગચાળો ફેલાયો તંત્ર નું ભેદી મોન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું મહિનામાં 21,000 થી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી 
ધોરાજી પંથકમાં રોગ ચાલે જાણે માજા મૂકી હોય એ પ્રકારે દર્દીઓનો રાફડો ફાટ્યો છે થોડા સમય પહેલા પાટણવાવ માં ઝેરી જંતુ આવતા ત્રણ લોકોના મોત થયા છે એ ઘટનાની શાહી સુકાણી નથી ત્યાં ધોરાજી શહેરમાં સરકારી હોસ્પિટલમાં મહિનામાં 21,000 થી વધુ દર્દીઓએ ઓપેટીમાં સારવાર લીધી છે તે ઘટના ગંભીર બાબતની ગણાય છે તેમજ દરરોજ 700 થી 800 દર્દીઓની ઓપીડી સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે આ જોતા માત્ર સરકારી હોસ્પિટલમાં જો આટલા દર્દી હોય તો શહેરની ખાનગી હોસ્પિટલના દર્દીઓ કેટલા તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.....?
ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ રોગચાળા ના દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટિયન એ મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે હાલમાં ચોમાસાની ઋતુ હોય ત્યારે શહેરમાં રીગ ચાળા એ ભીતી લીધી છે
 મહિને સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગો ના  21 હજાર જેટલા દર્દીઓ નોંધાયા હતા
હાલ સિવિલ હોસ્પિટલમાં તાવ ઉધરસ શરદી સહિત વાયરલ રોગ ના દર્દીઓ માં થયો વધારો
હાલ સિવિલ હોસ્પિટલ માં દરરોજ 700 થી 800 જેટલા દર્દીઓ ની ઓપીડી  અમારા ડોક્ટરો જોઈ રહ્યા છે
રોગચાળા ને ધ્યાન રાખી ને સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે રાખવામાં આવ્યા છે તેમજ દવા ઇન્જેક્શન સહિત નો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે
બાળકો ની ઓપીડી માં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે
હાલમાં શહેર અને તાલુકામાં વાયરલ ઇન્સ્પેક્શન સાથે તાવ અને શરદી ઉધરસ નો રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો પર જોવા મળી રહી છે હાલમાં દિવાળી અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા છે ત્યારે રોગ ચાળા એ ભીતી લીધી છે તાત્કાલિક આરોગ્ય શાખાએ આ બાબતના પગલાં લેવા જોઈએ તેવી લોક માગણી છે
હાલમાં ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે અને મચ્છરજન્ય રોગને કારણે પણ રોગચાળો વધ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે

(7:33 PM IST)