હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
વ્યાજખોરોના ત્રાસથી બાબરાના વાવડી ગામના યુવકે વૃક્ષ પર દોરડું બાંધીને ગળાફાંસો ખાધો
યુવકની 6 પાનાની સુસાઇડ નોટ મળી જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો

અમરેલી જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બાબરાના વાવડી ગામના આ યુવકે વૃક્ષ પર દોરડું બાંધીને ગળાફાંસો ખાધો હતો. ઘટના સ્થળેથી પોલીસને યુવકની 6 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઈને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
