<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધોરાજી પંથકમાં ભારે વરસાદ:પાટણવાવમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ -ખેતરોમાં પાણી ભરાયા

સમગ્ર વિસ્તારમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખુશનુમા માહોલ છવાઈ ગયો હતો. ખાસ કરીને ધોરાજીના પાટણવાવ ગામે માત્ર બે કલાકના સમયગાળામાં ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આ અણધાર્યા વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી, કારણ કે પાકને આ પાણીથી ઘણો ફાયદો થશે. આ વરસાદે વાતાવરણને પણ ઠંડક આપી હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

 

(9:34 PM IST)