હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્રમાં વરસાદનું વિસ્ફોટક આગમન: અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ: સમીસાંજથી સટા સટી
રાજકોટ, જૂનાગઢ, અમરેલી. ગીર સોમનાથ સહીત અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી

રાજકોટ: સૌરાષ્ટ્ર પંથકમાં આજે સાંજે અચાનક વાદળોનું મંડાણ થયું છે, જેના કારણે અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાંજના સાત વાગ્યાના આસપાસ વરસાદની સટાસટી શરૂ થઈ છે,
ઉપરાંત જુનાગઢ જિલ્લામાં જોશીપરા, મેંદરડા, વંથલીના ખોરાસા, માળિયા હાટીના, ભેંસાણ, વિસાવદર અને કેશોદ પંથકમાં વરસાદનું જોરદાર આગમન થયું છે. તેમજ સોમનાથ અને ગિર પંથકમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના વડાલી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, જસદણ, ગીરગઢડા, સરધાર, સિહોર, મોડાસા, અરવલ્લી અને ખારચિયા પંથકમાં વરસાદની તીવ્રતા વધુ છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે,
આ ઉપરાંત, ઉના અને મહિકા વિસ્તારમાં પણ વરસાદની નોંધ થઈ છે. ખેડા વિસ્તાર અને આણંદ જિલ્લાના તાલુકાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અને બોટાદના ગામડા વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી પડ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
