<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે આઈ કાર્ડ .ગૌમુત્ર, કુમકુમ તિલક, તમામ કામ હિન્દુઓ વ્યવસાયિકોને સોપો

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વને લઈ હિંદુ સેના દ્વારા અનેક સૂચનો સાથે એક પત્રિકા વિતરણ :કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત સ્થાનિક પોલીસ તંત્ર અથવા હિંદુ સેના સાથે સંપર્ક સાધવો

જામનગર શહેરમાં નવરાત્રિ પર્વને લઈ હિંદુ સેના દ્વારા અનેક સૂચનો સાથે એક પત્રિકા વિતરણ કરવામાં આવી છે. પત્રિકામાં નવરાત્રિ દરમિયાન "લવ જેહાદ" જેવી પ્રવૃત્તિઓથી સાવચેત રહેવા માટે હિંદુ સમાજને સજાગ રહેવાની અપીલ કરવામાં આવી છે. હિંદુ સેના દ્વારા પત્રિકામાં ખાસ કરીને દીકરીઓના સુરક્ષાને પ્રાથમિકતા આપતી વિગતો ઉલ્લેખવામાં આવી છે. .

  હિંદુ સેનાનું કહેવું છે કે, આ પવિત્ર પર્વમાં કોઇપણ પ્રકારની જેહાદી માનસિકતાવાળાઓનો પ્રવેશ ટાળવુ અનિવાર્ય છે. હિંદુ સેના પ્રમુખ પ્રતીક ભટ્ટના માર્ગદર્શન હેઠળ પત્રિકા વિતરણ કરતા જણાવાયું છે કે, આયોજકો દ્વારા એન્ટ્રી સમયે ઓરિજનલ આઈડી કાર્ડ તપાસીને જ પ્રવેશ આપવો. નવરાત્રિ દરમિયાન દરરોજ સ્થળ પર આવતા દરેક વ્યક્તિને કુમકુમ તિલક તથા ગૌમૂત્ર છાંટીને પ્રવેશ આપવો.

    આ સાથે ગાયકો, ડીજે, સાઉન્ડ સિસ્ટમ, ડેકોરેશન તેમજ મંડપના તમામ કામ હિંદુ સમાજના વ્યાવસાયિકોને જ આપવા હાકલ કરાઇ છે. આ સાથે પત્રિકામાં આયોજકોને જણાવ્યું છે કે, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત સ્થાનિક પોલીસ તંત્ર અથવા હિંદુ સેના સાથે સંપર્ક સાધવો.

   હિંદુ સેના દ્વારા આપવામાં આવેલી આ અપીલનું મુખ્ય ઉદ્દેશ નવરાત્રિ પર્વને ધાર્મિક તથા સાંસ્કૃતિક રીતે શુદ્ધ અને સુરક્ષિત બનાવવાનો છે. લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓમાં વધારો જેવી ઘટનાઓના પગલે, આવા પગલાં જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. આ સંદર્ભમાં હિંદુ સેના સમાજને એકતાબદ્ધ રહી પર્વને ઉલ્લાસપૂર્વક ઉજવવાની અપીલ પણ કરી છે

(12:36 AM IST)