હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સમગ્ર રાજ્યમાં પ્રેમલગ્નમાં વાલીની સહી-સંમતિ અંગે કાયદો બનાવો : રમેશભાઈ રબારી.
મોરબીના રાજકીય-સામાજિક અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર રાજ્યમાં પ્રેમ લગ્નમાં વાલી, વારસની સહી અને સંમતિ અંગે કાયદો બનાવવા મોરબીના રાજકીય અને સામાજિક અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ જીલ્લામાં થતા પ્રેમલગ્નમાં બંને પક્ષ તરફથી બંનેના માતાપિતાની સંમતિ અને સાક્ષી તરીકે બંને માતાપિતાની સહી સંમતિ હોય અને પ્રેમ લગ્ન અંગે ૪૫ દિવસ પહેલા માતાપિતાને નોટીસ મળે તથા જે જીલ્લા તાલુકામાં લગ્ન પ્રેમ લગ્ન કરતા હોય તે વિસ્તારમાં લગ્ન નોંધણી થાય તેવી માંગ કરી છે જે લગ્ન નોંધણી અન્ય જગ્યાએ થાય છે તેના બદલે દીકરીના આધારકાર્ડમાં જે સરનામું હોય તે વિસ્તારના મામલતદાર પાસ થવું જોઈએ લગ્ન નોંધણી રજીસ્ટરમાં દીકરીના માતાપિતાની સહી ફરજીયાત કરાવવી જોઈએ લગ્ન નોંધણીમાં દીકરી જે ડોક્યુમેન્ટ રજુ કરેલ હોય તેનું વેરીફીકેશન કરવું અને દીકરીના ડોક્યુમેન્ટમાં જે સરનામું હોય તે મુજબ તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ.
જે બાબતે સમગ્ર રાજ્ય માટે આવો કાયદો બનાવવો જોઈએ હાલ ગુજરાત રાજ્યમાં ઘણા સમાજ દ્વારા રાજ્ય સરકાર પાસે આવો કાયદો બનાવવા માંગ કરી છે તો તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા માંગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
