<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવ યોજાશે.

પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લીટલ પ્રિન્સેસ, રનર્સ લીટલ પ્રિન્સેસ, ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ અને સરપ્રાઈઝ ઇનામો આપવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૨૪ થી ૨૬ સુધી ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન ન્યુ પેલેસ, મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે નવરાત્રી મહોત્સવના સ્પોન્સર તરીકે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર જયદીપ એન્ડ કંપની વવાણીયા -મોરબી - નવલખી અને કો સ્પોન્સર તરીકે દેવ સોલ્ટ પ્રા. લી. માળિયા (મી.) ડી એસ ઝાલા જોડાયેલા છે.

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના બહેન દીકરીઓ સમાજની પરંપરા અનુસાર રાસ ગરબા લઇ સકે તેવા હેતુથી તા. ૨૪ થી ૨૬ સુધી ત્રી દિવસીય નવરાત્રીનું આયોજન રાત્રે ૮ કલાકે રાખેલ છે જેમાં પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લીટલ પ્રિન્સેસ, રનર્સ લીટલ પ્રિન્સેસ, ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ અને સરપ્રાઈઝ ઇનામો આપવામાં આવશે.
નવરાત્રી મહોત્સવ માત્ર રાજપૂત સમાજ માટે જ છે અન્ય કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે મહોત્સવને સફળ બનાવવા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવીરસિંહ એન જાડેજા (વીરપરડા) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે


 

(1:06 AM IST)