News of Sunday, 21st September 2025
ધ્રોલ મંગળવારે 10માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
ધ્રોલ શહેરના ઉમિયા સોસાયટી ખાતે સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી નિશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનુ આયોજન .

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ તા. 23 સપ્ટેમ્બર 2025ના રોજ 10માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી થશે. આ અવસરે આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) મોટા ઈટાળા, તા. ધ્રોલ દ્વારા ધ્રોલ શહેર ઉમાહોલ, ઉમિયા સોસાયટી ખાતે સવારે 9:30 થી બપોરે 1 વાગ્યા સુધી નિશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સાંધાના રોગો, પાચનતંત્રના રોગો, સ્ત્રીરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના રોગો, શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો ઉપરાંત ડાયાબિટીસ, બીપી અને થાઈરોઈડ જેવા રોગોનું આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કરી નિશુલ્ક દવાઓ આપવામાં આવશે.
તે ઉપરાંત ઋતુજન્ય રોગચાળા સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેઉકાળો તથા સંશમની વટીનું વિતરણ, સ્વસ્થવૃત્ત તથા યોગા માર્ગદર્શન તેમજમિલેટ્સ અને રસોડાના ઔષધોના પ્રદર્શન દ્વારા જનજાગૃતિ લાવવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજને આયુર્વેદિક પદ્ધતિ દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
