News of Monday, 22nd September 2025
કુમ કુમ પગલે માળી પધાર્યા રે... આજથી મોરબીમાં નવલા નોરતાની રંગત, બજારમાં ખરીદીની રોનક.
ગરબા, ધૂપ, અગરબત્તી, ચણિયાચોળી, માતાજીના શૃંગારની ધૂમ ખરીદી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આદ્યશક્તિ મા નવદુર્ગાના નવરાત્રી આજથી શરૂ થઇ ચુકી છે.ત્યારે મોરબી શહેર અને જિલ્લામાં નવરાત્રીની તડામાર તૈયારીઓ બાદ આજથી માં ના ગુણગાન ગાવાના નવલા નોરતાની શરૂઆતથી જ ખેલૈયાઓ અને માઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા માળી રહયો છે. નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે ચોકે મંડપ બંધાયા છે અને રોશની શણગાર કરવામાં આવી છે. બીજી તરફ નવરાત્રી પર્વને અનુસંધાને બજારમાં પણ ગરબા, ધૂપ, અગરબત્તી, ચણિયાચોળી, માતાજીના શૃંગાર સહિતની ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી લોકો આજે પણ કરી રહ્યા છે. બજારમાં રોનક દેખાઈ રહી છે.
શારદીય આસો નવરાત્રી પર્વની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી સાથે માં નવદુર્ગાની ભક્તિ માટે અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી શહેર સાથે જ મોરબીની બજારમાં ચણિયાચોળી, ગરબા, ધૂપ, અગરબત્તી, અવનવા દીવડા, માતાજીના શૃંગાર, દાંડિયા સહિતની વસ્તુઓની ખરીદી નીકળતા બજારમાં રોનક દેખાઈ રહી છે
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
