News of Monday, 22nd September 2025
મોરબી તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો : સગીર સહીત ત્રણના મોત મામલે તપાસ.
મોરબીના મચ્છુ ૨ ડેમના કાંઠેથી સગીરનો મૃતદેહ મળ્યો : પંચાસર ગામે ઝેરી દવા પી લેતા આધેડનું મોત.: શાળાના બાંધકામ કરતા ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહેતા ૧૫ વર્ષનો સગીર કોઈ કારણોસર પાણીમાં પડી જતા મચ્છુ ૨ ડેમના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના લખધીરપુર રોડ પર ઓમેન વિટ્રીફાઈડ લેબર કોલોનીમાં રહેતા રૂપેશકુમાર પ્રવેશકુમાર (ઉ.વ.૧૫) નામનો સગીર કોઈ કારણોસર પાણીમાં પડી જતા ડૂબી જતા મૃતદેહ મચ્છુ ૦૨ ડેમના કાંઠેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના પંચાસર ગામે ઝેરી દવા પી લેતા આધેડનું મોત.
પંચાસર ગામે રહેતા ૪૩ વર્ષીય આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચાસર ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના આધેડ ગત તા. ૨૦ ના રોજ પંચાસર ગામે મેલડી માના મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મકનસર ગામે શાળાના બાંધકામ કરતા ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત.
મકનસર ગામે નવી બનતી શાળાનું બાંધકામ કરતા ત્રીજા માળેથી પડી જતા ઈજાગ્રસ્ત ૩૫ વર્ષના યુવાનનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
માળિયા (મી.) તાલુકાના અંજીયાસર ગામે રહેતા ગફુરભાઈ અબ્દુલાભાઈ જેડા (ઉ.વ.૩૫) નામના યુવાન મોરબી તાલુકાના મકનસર ગામે શાળાનું બાંધકામ કરતા હતા ત્યારે ત્રીજા માળેથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
