તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
મોરબી SOGએ નશીલા પદાર્થના વેચાણના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને ઝડપ્યો
નશીલા પદાર્થનું વેચાણ ક૨તા અને ગુના આચરી ફરાર આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નશીલા પદાર્થનું વેચાણ ક૨તા અને ગુના આચરી ફરાર આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અંતર્ગત મોરબી SOGએ મોટી સફળતા મેળવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન. ડી. પી. એસ. ના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા/મિયાણા (ઉંમર ૨૩, ૨હે. મીલપ્લોટ, વાંકાનેર)ની ધરપકડ કરાઈ છે. બાતમી મળ્યા બાદ, SOG ટીમે તુરંત વાંકાનેરના મીલપ્લોટ વિસ્તારમાં તપાસ કરતા આરોપી સાહિલરઝા મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
