હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
કચ્છમા માતાના મઢમાં ઘટસ્થાપન સાથે આસો નવરાત્રિનો પ્રારંભ: એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માથુ ટેકવ્યું
રાત્રે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે ઘટસ્થાપનની વિધિ સંપન્ન : આજથી પ્રથમ નોરતુ શરૂ થઈ ગયું છે અને હવે દિન પ્રતિદિન માઈ ભક્તોનો ધસારો વધશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કચ્છના આઈ આશાપુરા માતાજીના મંદિરે ઘટસ્થાપન સાથે જ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ગઈકાલે રાત્રે રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે ઘટસ્થાપનની વિધિ સંપન્ન થઈ હતી. આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુએ ધાર્મિક વિધિ વિધાન કરાવ્યા હતા. આ પ્રસંગે મંદિરના પૂજારી અને ટિલાટ પરિવારના ધ્રુવરાજસિંહ ચૌહાણ, સિદ્ધરાજસિંહ ચૌહાણ, મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી, ઓધવરામ સમિતિના કનૈયાલાલ કટારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે રવિવારે ૧ લાખથી વધુ માઈભક્તોએ મા આશાપુરાના ચરણોમાં માથુ ટેકવ્યું હતું. આજથી પ્રથમ નોરતુ શરૂ થઈ ગયું છે અને હવે દિન પ્રતિદિન માઈ ભક્તોનો ધસારો વધશે. (તસ્વીર સૌજન્ય: અરવિંદ શાહ, માતાના મઢ)
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
