<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

જુનાગઢમાં નવલી નવરાત્રીમાં નો-ન્‍યુસન્‍સઃ દાંડિયા સાથે પોલીસનો દંડો પણ ચાલશે

જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ ગરબા આયોજકો સાથે બેઠક યોજીઃ દુકાનો, રેસ્‍ટોરન્‍ટ કે નાના ફેરીયાઓની આસપાસ લુખ્‍ખા તત્‍વો પર તવાઈ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૨: જૂનાગઢ શહેર સહીત સમગ્ર જિલ્લામાં તા.૨૨ સપ્‍ટેમ્‍બરથી નવલા નોરતાની શરૂઆત થઇ રહી છે ત્‍યારે તમામ આયોજનના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આજે સાંજે ગરબા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. ગરબા ગ્રાઉન્‍ડ પર સીસીટીવી સાથે તમામ પ્‍લોટ પર ઙ્કવેશ અને ગ્રાઉન્‍ડ સીસીટીવીથી સજ્જ રાખવા સુચના આપવામાં આવી છે. આ સાથે ટ્રાફિક નિયમન માટે તમામ આયોજકોને સુચન કરાયું છે કે સ્‍વયંસેવકો રાખવામાં આવે અને ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય તે રીતે વ્‍યવસ્‍થા કરવામાં આવે.

તમામ આયોજકોને સુચન કરવામાં આવ્‍યું કે તમામ જગ્‍યાએ ટ્રાફિક નિયમન થાય, ર્પાકિંગ પ્‍લોટની આજુબાજુ ટ્રાફિકનું સુચારુ વ્‍યવસ્‍થા થાય, રસ્‍તા પર વાહનો પાર્ક ન થાય,આયોજકો સાથે સંકલન કરી અને ટ્રાફિક પોલીસ અને સ્‍વયં સેવકો સંકલન કરી ટ્રાફિક નિયમન કરવા જરૂરી કામગીરી કરે તે દિશામાં આદેશ આપવામાં આવ્‍યા છે. હાલના સમયમાં સમગ્ર જીલ્લાની પોલીસને તમામ સ્‍ટાફને એલર્ટ રાખવામાં આવ્‍યા છે. નવરાત્રીના દિવસો દરમિયાન પોલીસની તમામ ટીમ બંદોબસ્‍તમાં રાખવામાં આવશે.

રાત્રી દરમિયાન વાહન ચેકિંગ, બ્‍લેક ફિલ્‍મ લગાવેલી કાર,નંબર પ્‍લેટ વગરના વાહનો , બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રીંક એન્‍ડ ડ્રાઈવ કરતા શખ્‍સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ, LCB, SOG, ડી સ્‍ટાફ સહિતની ટીમો તમામ ચાર રસ્‍તાઓ પર પેટ્રોલિંગ સાથે વોચ રાખશે ઉપરાંત જિલ્લામાં નેત્રમ શાખાના સીસીટીવી કેમેરા અને જરૂર જણાય ત્‍યાં ડ્રોન દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

 

એકલી દીકરીઓને ગંતવ્‍ય સ્‍થાને પહોચાડશે પોલીસ

જૂનાગઢઃ મોડી રાતે કોઈ દીકરીઓને ઘરે જવા વાહન સહિતની વ્‍યવસ્‍થા ન થાય અને જો તે એકલી હોય તે ઘરે પહોચવામાં પોલીસની મદદ માંગી શકે છે. ૧૧૨ નંબર પર કોલ કરી મદદ મેળવી શકશે આ સાથે જો પોલીસને ધ્‍યાને પણ કોઈ એકલી દીકરીઓ ધ્‍યાને આવશે તો તેને પોતાના ઘરે પહોચાડવા પોલીસ મદદરૂપ થશે.

કોઈ પણ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ દેખાય તો તરત પોલીસનો સંપર્ક કરો

જૂનાગઢ : જિલ્લા પોલીસવડાએ જણાવ્‍યું હતું કે જો કોઈ પણ જગ્‍યા પર તમને કોઈ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ નજરે ચડે છે તો તેની માહિતી તરત પોલીસને આપો. હાલમાં તમામ ગરબા આયોજકો સાથે બેઠક કરીને આ બાબતે સ્‍પષ્ટ સુચન કરી દીકરીઓની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્‍યો છે.

 

ધ ગવર્નસ, સાયબર અવેરનેસ વિશે અપાશે જાગૃતિ

જૂનાગઢઃ હાલના સમયમાં તમામ આવતા યુવાનોને સાયબર અને ડ્રગ્‍ઝ બાબતે જાગળતિ આવે તે માટે તમામ જગ્‍યાએ અભિયાન ચલાવશે. યુવાધન આ વ્‍યસનની બદીમાં સપડાય નહિ તે માટે અવેરનેસ ના કાર્યક્રમો ચલાવશે. ગરબે ઘૂમવા આવેલા તમામ ખેલૈયાઓને ગરબા સ્‍થળોએ સ્‍ટેન્‍ડી અને જિંગલ દ્વારા પણ જાગળત કરશે.

 

પોલીસની ૭૩૭ CCTV કેમેરાથી બાજ નજર

જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં ૧૮ પાર્ટી પ્‍લોટ ગરબી અને ૭૦ જેટલી શેરી ગરબાના આયોજન થયા છે, જેમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે જૂનાગઢ પોલીસ તંત્રનો એક્‍શન પ્‍લાન બન્‍યો છે, જેમાં આશરે ૭૦૦ થી ૮૦૦ જેટલી પોલીસ બંદોબસ્‍ત ખડેપગે રહેશે, અને ૭૩૭ સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. જરૂર પડ્‍યે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.(૬.૩)

 

લારી ગલ્લા પર ન્‍યુસન્‍સ ન થાય તેનું ધ્‍યાન રાખવું પડશે

જૂનાગઢઃ હાલમાં આખી રાત લારી ગલ્લા ખુલ્લા રાખવાની મંજૂરી તો આપવામાં આવી છે આ સાથે તમામ જગ્‍યાઓ પર કોઈ ન્‍યુસન્‍સ પ્રવળત્તિ ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવા સુચના આપવામાં આવી છે. કોઈ પણ લારીગલ્લા પર અસામાજિક તત્‍વો એકઠા થાય કે કોઈ એવી પરિસ્‍થિતિ હોય તો પોલીસનો સીધો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્‍યું છે.

 

ખાનગી કપડામાં રહેશે SHE ટીમનો સ્‍ટાફ

જૂનાગઢઃ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે, જ્‍યાં જરૂર જણાય ત્‍યાં ભીડવાળી જગ્‍યા ગરબાના મેદાનો અને મોટા આયોજનોમાં SHE ટીમ ને મોકલવામાં આવશે આ સાથે એક મૂવિંગ ટીમ પણ રહેશે જે શહેરના એકલ દોકલ જગ્‍યાઓ પર મહિલાઓની સુરક્ષા પર વોચ રાખશે. SHE ટીમ સાથે સ્‍થાનિક પોલીસ સંકલનમાં રહેશે અને કોઈપણ શંકાસ્‍પદ પ્રવળત્તિ જણાય તો તરત પગલા લેવાશે.(૬.૩)

(1:44 PM IST)