હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
કચ્છના અબડાસામાં ભેંસ ચરાવવા મુદ્દે સશસ્ત્ર ધીંગાણું: ૧૧ ને ઈજા
બાઈવારી વાંઢ ગામે ભેંસ ચરાવવાના મુદ્દે એક જ પરિવારના બે પક્ષો વચ્ચે થયેલા જૂના ડખ્ખામાં શસ્ત્રો ઉલળ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કચ્છના અબડાસા તાલુકાના બાઈવારી વાંઢ ગામે ભેંસ ચરાવવાના મુદ્દે એક જ પરિવારના બે પક્ષો વચ્ચે થયેલા જૂના ડખ્ખામાં શસ્ત્રો ઉલળ્યા હતા. બેઉ પક્ષો વચ્ચે કુહાડી, ધોકા અને પથ્થરો સાથે મારામારી થઈ હતી.
આ સશસ્ત્ર ધીંગાણામાં બંને પક્ષે ૧૧ જણા ઘવાયા હતા. જેમને પહેલા નખત્રાણા બાદમાં ભુજ હોસ્પિટલમાં રીફર કરાયા છે. બિન સત્તાવાર રીતે મળતા સમાચાર મુજબ ઘાયલોની સંખ્યા ૨૦ થી ૨૫ જેટલી હોવાનું અને ત્રણેક જણની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસ ફરિયાદની હજી તજવીજ ચાલુ છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
