હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
ભાવનગરમાં નરેન્દ્રભાઇ મોદી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર વચ્ચે હાસ્યની ક્ષણો
માયાભાઈ આહીરે તેમની વિનોદી શૈલીમાં કંઈક કહયુ જેના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખડખડાટ હસી પડ્યા

(સંજય ડાંગર ધ્રોલ દ્વારા) તા.૨૨: ભાવનગર ખાતે યોજાયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક અસામાન્ય અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું. વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીર સાથે હળવા મૂડમાં જોવા મળ્યા હતા, જ્યાં બંને મહાનુભાવો વચ્ચે હસી-મજાકની પળોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
આ મુલાકાત દરમિયાન માયાભાઈ આહીર તેમની વિનોદી શૈલીમાં કંઈક કહી રહ્યા હતા, જેના પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈને આ હાસ્યની પળોએ આનંદિત કર્યા હતા. આ ફોટો માત્ર એક મુલાકાત નહીં, પરંતુ લોકકલા અને નેતળત્વ વચ્ચેના સુંદર સંબંધને દર્શાવે છે.(૩૮.૧૨)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
