<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

જેતપુર ચેમ્‍બર ઓફ કોમર્સની સાધારણ સભામાં સાંસદ - ધારાસભ્‍યનું સન્‍માન

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. રર :..   શહેરના વેપારીઓની અગ્રણી સંસ્‍થા ચેમ્‍બર ઓફ કોમર્સ ની દર વર્ષની પરંપરા મુજબ વાર્ષિક સાધારણ સભા સવારે ૧૧ કલાકે લેઉવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે યોજાઈ હતી. જેમાં શહેરના વિકાસ કાર્યો જેવા કે અતિ મહત્‍વની લાંબા અંતરની ટ્રેન ને નવાગઢ રેલવે સ્‍ટેશન એ સ્‍ટોપ આવવા તેમજ ભાદર નદી ઉપર નવો બ્રિજ મંજૂર કરાવા બદલ સાંસદ કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા નું ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, ડાઇંગ એન્‍ડ પ્રિન્‍ટિંગ એસોસિયન, તેમજ શહેરની જુદી જુદી સંસ્‍થાઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. સંસ્‍થાના વાર્ષિક હિસાબો સેક્રેટરી હરેશભાઈ ગઢીયા એ રજૂ કરેલ, ઉપરાંત અન્‍ય એજન્‍ડા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ,  ભારત સરકારની સોલાર પ્રોજેક્‍ટ યોજના, ઉદ્યોગના વિકાસમાં બેન્‍કોની વિવિધ યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણી આગેવાનો, ઉધોગપતિઓ, રાજકીય આગેવાનો, વેપારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ છગનભાઈ ઉસદડિયા, સેક્રેટરી હરેશભાઈ ગઢીયા ડાઇંગ એસોસિયન પ્રમુખ જયંતીભાઈ રામોલિયાના માર્ગદર્શન હેઠળ ટીમે જહેમત ઉઠાવી હતી

(11:23 AM IST)